કાશ્મીરમાં ભીષણ અથડામણમાં કેપ્ટન શહીદ, 4 આતંકી ઠાર
સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીની પૂર્વ સંધ્યાએ જ ડોડા જિલ્લામાં અથડામણથી સરકાર એક્શનમાં, રાજનાથસિંહે તાકીદની બેઠક બોલાવી
જમ્મુ-કાશ્મીરમાં વધતી જતી આતંકી પ્રવૃતિઓ વચ્ચે આજે ડોડા વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં ભારતીય સેનાના એક કેપ્ટન શહીદ થયા હતા. જયારે વળતા પ્રહારમાં સેનાએ ચાર આતંકવાદીઓને ઠાર માર્યા છે. હજુ સર્ચ ઓપરેશન જારી છે.
દરમ્યાનમાં સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહે પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં નસ્ત્રવધતીસ્ત્રસ્ત્ર આતંકવાદ સંબંધિત ઘટનાઓ પર એક મહત્વપૂર્ણ બેઠક બોલાવી હતી. જેમાં રક્ષા સચિવ ગિરધર અરમાણે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર, અજીત ડોભાલ, આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી, સૈન્ય ઓપરેશન્સના મહાનિર્દેશક-લેફ્ટનન્ટ જનરલ પ્રતિક શર્મા અને સુરક્ષા સંબંધિત એજન્સીઓના વડાઓ બેઠકમાં હાજર હતા. આ બેઠક સાઉથ બ્લોક ખાતે યોજાઈ રહી છે. સ્વતંત્રતા દિવસ પહેલા જમ્મુ અને કાશ્મીરમાં સુરક્ષા દળોને હાઇ એલર્ટ પર મૂકવામાં આવ્યા છે.
જમ્મુ-કાશ્મીરમાં ડોડાના અસ્સર વિસ્તારમાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણમાં ભારતીય સેનાનો એક કેપ્ટન શહિદ થઈ ગયો છે જ્યારે બીજી તરફ સેના દ્વારા ચાર આતંકવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા છે. ભારે ગોળીબાર વચ્ચે આતંકવાદીઓની તલાશ કરવામાં આવી રહી છે. આ અથડામણમાં એક આતંકી ઘાયલ થયો હોવાની માહિતી મળી રહી છે.
આ વિસ્તારમાં લોહીના ધબ્બા મળી આવ્યા હતા, ત્યારબાદ સુરક્ષાદળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. સુરક્ષાદળોને એમ4 રાઈફલ મળી આવી છે. આ ઉપરાંત દારૂૂગોળો અને લોજિસ્ટિક્સ સામગ્રી પણ મળી આવી છે. આ સાથે જ ત્રણ બેગ પણ જપ્ત કરવામાં આવી છે. બીજી તરફ સર્ચ ટીમનું નેતૃત્વ કરતી વખતે એક સૈન્ય અધિકારી ઘાયલ થયાની પણ માહિતી મળી છે. 48 રાષ્ટ્રીય રાઈફલ્સના ભારતીય સેનાના એક કેપ્ટનનું બલિદાન થઈ ગયુ છે.
મંગળવારે ઉધમપુરના તહસીલ રામનગરના ડૂડૂ બસંતગઢના પહાડી વિસ્તારમાં ચાર આતંકવાદીઓ નજર આવ્યા હતા. મોડી સાંજે સુરક્ષાદળોએ આતંકીઓની હાજરીને લઈને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. પોતાની તરફ સુરક્ષાદળોનો ઘેરો જોતા આતંકવાદીઓ સિયોજધારના રસ્તે અસ્સરથી પસાર થઈને જિલ્લા ડોડા તરફ નીકળી ગયા હતા.
સૂત્રો પાસેથી મળેલી માહિતી પ્રમાણે સિયોજધાર વિસ્તારમાં આતંકવાદીઓ દેખાયા હતા પરંતુ તેઓ ધુમ્મસનો ફાયદો ઉઠાવીને નાસી છૂટ્યા હતા. સિયોજધાર વિસ્તારમાં ખરાબ હવામાનને કારણે એટલું ધુમ્મસ હતું કે, બે ફૂટના અંતર સુધી પણ જોવું મુશ્કેલ હતું. જેના કારણે સુરક્ષાદળોને સર્ચ ઓપરેશનમાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આતંકવાદીઓના ગયા બાદ સુરક્ષા ળોએ ડોડા તરફ સુરક્ષા ઘેરો વધારી દીધો હતો. એક અઠવાડિયા પહેલા પણ ડૂડૂ બસંતગઢમાં આતંકવાદીઓ અને સુરક્ષાદળો વચ્ચે ગોળીબાર થયો હતો. ત્યારે પણ આતંકવાદીઓ ભાગી ગયા હતા. એક અઠવાડિયાથી સુરક્ષાદળોએ જંગલમાં જ આ આતંકવાદીઓને ઘેરી લીધા હતા પરંતુ ખરાબ હવામાન આ આતંકવાદીઓ માટે ઢાલ બની રહ્યું છે.
દિલ્હીમાં ફિદાઇન હુમલાની આશંકા, હાઇએલર્ટ જાહેર
સ્વતંત્રતા દિવસ નિમિત્તે દિલ્હીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ગુપ્તચર એજન્સીઓને ઈનપુટ મળ્યા છે કે જમ્મુમાં સક્રિય આતંકવાદીઓ દિલ્હી અથવા તેની આસપાસના વિસ્તારોમાં આત્મઘાતી હુમલા કરવાની યોજના બનાવી રહ્યા છે. દિલ્હી ઉપરાંત પંજાબમાં પણ સુરક્ષા દળોને એલર્ટ પર રાખવામાં આવ્યા છે. ગુપ્તચર એજન્સીઓએ આતંકવાદીઓ વચ્ચેની વાતચીતના આધારે ઇનપુટ આપ્યા છે. એજન્સીઓનું કહેવું છે કે એવું જરૂૂરી નથી કે આ હુમલો સ્વતંત્રતા દિવસના અવસર પર જ થાય. કારણ કે તે દિવસે દરેક જગ્યાએ ભારે સુરક્ષા જવાનો તૈનાત હોય છે, પરંતુ આતંકવાદીઓ એક-બે દિવસ પછી કાર્યવાહી કરી શકે છે.સૂત્રોનું કહેવું છે કે જમ્મુ-કાશ્મીરના કઠુઆમાં જોવા મળેલા બે શંકાસ્પદ લોકો દિલ્હી તરફ જવાની શક્યતા છે. આ લોકો પાસે હથિયાર પણ છે. એવી આશંકા છે કે આ લોકો પઠાણકોટ તરફ ગયા છે અને ત્યાંથી તેઓ દિલ્હી તરફ પણ આગળ વધી શકે છે. એટલું જ નહીં સુરક્ષા દળો અને એજન્સીઓને આશંકા છે કે આ આતંકવાદીઓ અમરનાથ યાત્રાને પણ નિશાન બનાવી શકે છે. આ સિવાય દિલ્હીની મહત્વની પ્રતિષ્ઠિત સંસ્થાઓને પણ નિશાન બનાવી શકાય છે. છેલ્લા ઘણા સમયથી સુરક્ષા દળો અને એજન્સીઓને આતંકીઓને કાબૂમાં લેવામાં સફળતા મળી રહી છે.