રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

રાજસ્થાનમાં પોલીસ-પબ્લિક વચ્ચે અથડામણ

10:56 AM Nov 14, 2024 IST | admin
Advertisement

દેવલી બેઠકની પેટાચૂંટણીમાં અપક્ષ ઉમેદવારે જઉખને થપ્પડ મારી દેતા મામલો બિચક્યો, પોલીસ ઉમેદવારને પકડવા જતા અથડામણ

Advertisement

રાજસ્થાનના ટોંક જિલ્લામાં દેવલી ઉનીયારા બેઠકની પેટા ચૂંટણી દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ માલપુરાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટને થપ્પડ મારી દીધા બાદ આ મામલાએ ભારે હિંસક વળાંક લીધો છે અને પોલીસ મીણાને તેના ગામ સમરાવતા પકડવા જતા પોલીસ અને અપક્ષ ઉમેદવાર નરેશ મીણાના સમર્થકો વચ્ચે ભયાનક અથડામણ થતા ઉશ્કેરાયેલા ટોળાએ 100 જેટલા વાહનો ફૂંકી માર્યા હતા અને પથ્થરમારો કરતા 15 પોલીસકર્મી ઘવાયા હતા તો અનેક ગ્રામજનો પણ ઘાયલ થયા છે.

મીણાના કાર્યકરોએ બાઈક અને કારમાં આગ લગાવી દીધી. મીડિયા રિપોર્ટમાં જણાવાયું છે કે લગભગ 100થી વધુ દ્વિચક્કી અને ફોર વ્હીલ વાહનો બાળી મૂકાયા. પથ્થરમારામાં 15 પોલીસકર્મી ઘાયલ થયા છે. જ્યારે પોલીસે નરેશ મીણાના 100 જેટલા સમર્થકોને અટકાયતમાં લીધા છે. આ મામલે નરેશ મીણા વિરુદ્ધ નગરકોટ પોલીસ સ્ટેશનમાં 4 કેસ દાખલ થયા છે. હિંસાની ઘટનામાં અનેક ગ્રામીણો પણ ઘાયલ થયા છે.

ટોંકના સમરાવતા ગામમાં પેદા થયેલી અરાજકતાવાળી સ્થિતિએ અનેક સવાલ ઊભા કર્યા છે કે આખરે ક્યારે નરેશ મીણાની ધરપકડ થશે. ગત રાતે બબાલમાં 15થી વધુ પોલીસકર્મી ગંભીર રીતે ઘાયલ થયા છે. આખરે કોણે પોલીસના હાથ બાંધ્યા છે? પોલીસની પકડમાંથી કેવી રીતે ફરાર થઈ ગયો નરેશ મીણા?

બીજી બાજુ આરએએસ એસોસિએશને જાહેરાત કરેલી છે કે નરેશની ધરપકડ ન થાય ત્યાં સુધી આજથી પેન નેટ ડાઉનની હડતાળ રહેશે. ટોંક સમરાવતા ગામમાં તણાવનો મામલો એટલો ગંભીર થઈ ગયો કે ડીઆઈજી અજમેર સહિત પોલીસ અધિકારી મોડી રાતે જ ઘટનાસ્થળે પહોંચી ગયા. ડીઆઈજી અજમેર ઓમપ્રકાશની સાથે અધીક્ષક વિકાસ સાંગવાન પણ સાથે રહ્યા. ટોંક, બુંદી, સવાઈમાધોપુર, ધૌલપુર સહિત અનેક જિલ્લાઓથી વધારાના પોલીસકર્મી પહોંચ્યા. એસટીએફની ટીમો પણ તૈનાત કરાઈ છે. ગામમાં ઠેર ઠેર હથિયારબંધી પોલીસ જવાનો તૈનાત છે. સમરાવતા ગામને છાવણીમાં ફેરવી દેવાયું છે.

રાજસ્થાન પ્રશાસનિક સેવા અધિકારીઓના સંઘે નરેશ મીણાની ધરપકડની માંગણી કરી છે. જ્યારે મીણાએ પ્રશાસનને પડકાર ફેંકતા ગામમાં જ ધરણા ધર્યા. તેમણે પોતાના સમર્થકોને મોટી સંખ્યામાં લાકડી ડંડા લઈને સમરાવતા ગામમાં ભેગા થવાનું કહ્યું. જેથી કરીને પ્રશાસન પર દબાણ કરી શકાય. ત્યારબાદ પોલીસ જ્યારે નરેશ મીણાને પકડવા ગઈ તો પોલીસ પર જ હુમલો થઈ ગયો.

મામલો કેમ બિચકયો ?

બુધવારે ટોંકની દેવલી-ઉનિયારા વિધાનસભા વિસ્તારમાં વોટિંગ હતું. આ દરમિયાન અપક્ષ ઉમેદવાર નરેશ મીણાએ બપોરે લગભગ એક વાગે માલપુરાના એસડીએમ અમિત ચૌધરીને થપ્પડ મારી દીધી. મીણાની ત્યાં હાજર પોલીસ અધિકારીઓ સાથે હાથાપાઈ થઈ. નરેશ મીણા પર જબરદસ્તીથી પોલીંગ બુથમાં ઘૂસવાનો આરોપ લાગ્યો. મીણાએ તર્ક આપ્યો કે ગામના લોકોએ ઉપખંડ મુખ્યાલય બદલવાને મુદ્દે વોટિંગનો બહિષ્કાર કર્યો હતો પરંતુ પ્રશાસનિક અધિકારીઓ લોકો પાસે જબરદસ્તથી મતદાન કરાવતા હતા. મે આ વાતનો વિરોધ કર્યો. ત્યરાબાદ બૂથ પર અફરાતફરી મચી. સાડા ત્રણ વાગે ફરીથી મતદાન શરૂૂ થયું જે સાંજે સાત વાગ્યા સુધી ચાલ્યું. આ થપ્પડકાંડ જ આ બબાલનું મૂળ છે.

Tags :
Clash between police-publicRajasthanrajasthannews
Advertisement
Next Article
Advertisement