For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએ

11:22 AM Jan 09, 2025 IST | Bhumika
ચીન છઠ્ઠી પેઢીની ફાઇટર બનાવી રહ્યું છે અને અમે 15 વર્ષથી 40 તેજસની વાટ જોઇ રહ્યા છીએ

વાયુસેનાના વડા એર ચીફ માર્શલ અમરપ્રીત સિંહે તેજસ ફાઇટર એરક્રાફ્ટના અધિગ્રહણમાં વિલંબ પર ઊંડી ચિંતા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું કે ચીન છઠ્ઠી પેઢીના ફાઈટર એરક્રાફ્ટનું પરીક્ષણ કરી રહ્યું છે, જ્યારે અમે હજુ ભારતમાં નિર્માણ થઈ રહેલા તેજસ ફાઈટર એરક્રાફ્ટના અધિગ્રહણની રાહ જોઈ રહ્યા છીએ. વાયુસેનાના વડાએ કહ્યું હતું કે સંરક્ષણ ક્ષેત્રે સમય મહત્વનો છે અને જો સમયમર્યાદાને ધ્યાનમાં રાખવામાં ન આવે તો ટેક્નોલોજીનો કોઈ ફાયદો નથી.

Advertisement

એરસ્પેસમાં આત્મનિર્ભરતા પર 21મા સુબ્રતો મુખર્જી સેમિનારમાં બોલતા એરફોર્સ ચીફ અમરપ્રીત સિંહે કહ્યું, વર્ષ 2016માં અમે તેજસને એરફોર્સમાં સામેલ કરવાની પ્રક્રિયા શરૂૂ કરી હતી. આ પ્રોજેક્ટની શરૂૂઆત વર્ષ 1984માં કરવામાં આવી હતી. 17 વર્ષ પછી વિમાને ઉડાન ભરી. 16 વર્ષ બાદ તેજસને એરફોર્સમાં સામેલ કરવાની શરૂૂઆત થઈ.

આજે આપણે 2025માં છીએ અને હજુ પણ પહેલા 40 વિમાનોની રાહ જોઈ રહ્યા છીએ. આ અમારી ઉત્પાદન ક્ષમતા છે. એર માર્શલ એપી સિંહે કહ્યું, આપણે સ્પર્ધાને પ્રોત્સાહન આપવાની જરૂૂર છે અને અમારી પાસે બહુવિધ સ્ત્રોત હોવા જોઈએ, જેથી લોકોને ડર ન લાગે કે તેમનો ઓર્ડર છીનવાઈ જશે. જો આમ નહીં થાય તો પરિસ્થિતિ બદલાશે નહીં. તેમણે કહ્યું કે ક્ષમતા નિર્માણ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ઉત્પાદન એકમોએ આધુનિક ઉત્પાદન પ્રક્રિયાઓમાં રોકાણ વધારવું જોઈએ અને તેમના કર્મચારીઓને તાલીમ આપવાની પણ જરૂૂર છે.

Advertisement

એર માર્શલ એપી સિંહે કહ્યું, આપણે સંશોધન અને વિકાસમાં વધુ ભંડોળ ફાળવવાની અને સંરક્ષણ ક્ષેત્રમાં ખાનગી ભાગીદારી વધારવાની જરૂૂર છે. આપણે આપણી નિષ્ફળતાઓમાંથી શીખીને આગળ વધવું જોઈએ અને તેનાથી ડરવું જોઈએ નહીં. અમે હાલમાં સંરક્ષણ બજેટના પાંચ ટકા રિસર્ચ અને ડેવલપમેન્ટમાં ખર્ચી રહ્યા છીએ, જ્યારે તેને વધારીને 15 ટકા કરવી જોઈએ. જો સંશોધન અને ટેક્નોલોજી સમયસર પૂર્ણ ન થાય તો તેઓ તેમની ઉપયોગીતા ગુમાવે છે. સંરક્ષણ ક્ષેત્રે સમય મહત્ત્વનો છે. નોંધનીય છે કે તેજસ ફાઈટર પ્લેનનું નિર્માણ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

ભારતના તેજસ ફાઈટર એરક્રાફ્ટ પાંચમી પેઢીના છે અને તેમાં ઘણો વિલંબ થાય છે. તે જ સમયે, ચીને તેના છઠ્ઠી પેઢીના ફાઇટર એરક્રાફ્ટનું પરીક્ષણ પણ શરૂૂ કર્યું છે. આ જ કારણ છે કે એરફોર્સ ચીફે વિલંબ પર ચિંતા વ્યક્ત કરી છે. તેમણે કહ્યું, આપણી ઉત્તરી અને પશ્ચિમી સરહદો પર પડકારો વધી રહ્યા છે. બંને બાજુના દેશો તેમની સેનાઓની ક્ષમતામાં ઝડપથી વધારો કરી રહ્યા છે. જ્યાં સુધી ચીનનો સવાલ છે, તે માત્ર સંખ્યામાં જ નહીં પરંતુ ટેક્નોલોજીના મામલે પણ ઝડપથી આગળ વધી રહ્યો છે. તેઓએ હાલમાં જ છઠ્ઠી પેઢીના ફાઈટર એરક્રાફ્ટનું પરીક્ષણ કર્યું છે. ચીને તેના છઠ્ઠી પેઢીના વિમાન ઉં-20 અને ઉં-35ને રેકોર્ડ સમયમાં સ્ટીલ્થ ટેક્નોલોજી સાથે તૈયાર કર્યા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement