મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતે છઠપૂજા મહાપર્વમાં સહભાગી થયા
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદ ખાતે છઠ મહાપર્વ પૂજા ઉત્સવમાં સહભાગી થઈ સૌને દીપોત્સવની શુભકામનાઓ પાઠવી જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભવ્ય-દિવ્ય રામ મંદિરના નિર્માણ બાદ દિવાળીનો આનંદ અને રોનક અનેકગણી વધી ગઈ છે.મુખ્યમંત્રીએ છઠ પૂજાના આયોજકોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે, ગુજરાતમાં દીપાવલીના તહેવારો પૂરા થયા બાદ લોકો લાભપાંચમથી કામકાજ શરૂૂ કરે છે ત્યારે બિહાર, ઝારખંડ અને પૂર્વાચલમાં સૂર્ય ઉપાસનાના છઠ મહાપર્વની શરૂૂઆત થાય છે.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, ગુજરાત અને બિહારનો સબંધ આદિકાળથી ખાસ રહ્યો છે. બિહાર બુદ્ધની ભૂમિ છે, તો ગુજરાતમાં બૌદ્ધની વિરાસતનું જતન થયું છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું જન્મ સ્થળ વડનગર પણ એક સમયે બૌદ્ધ શિક્ષાનું બહું મોટું કેન્દ્ર હતું. મોદીજીના માર્ગદર્શનમાં વડનગરમાં બૌદ્ધ મ્યુઝીયમનો વિકાસ કરવામાં આવી રહ્યો છે. આ છઠ પૂજાનું આયોજન છઠ મહાપર્વ સમન્વય ટ્રસ્ટ, હિન્દી ભાષી મહાસંઘ અને મા જાનકી સેવા સમિતિના ઉપક્રમે કરવામાં આવ્યું હતું. અમદાવાદમાં વસતા બિહાર, ઝારખંડ અને પૂર્વીય ઉત્તર પ્રદેશ વિસ્તાર સહિતના પરિવારો આ છઠ પૂજા ઉત્સવમાં હર્ષ અને ઉલ્લાસથી જોડાયા હતા.
