For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

દેશને અણુ સત્તા બનાવવામાં ચિદમ્બરમનું યોગદાન યાદ રહેશે

10:48 AM Jan 06, 2025 IST | Bhumika
દેશને અણુ સત્તા બનાવવામાં ચિદમ્બરમનું યોગદાન યાદ રહેશે

ભારતના ટોચના વિજ્ઞાની ડો. રાજગોપાલ ચિદમ્બરમનું શનિવારે વહેલી સવારે નિધન થયું એ સાથે જ ભારતના એક વધુ મહાન સપૂત અને અનસંગ હીરોએ કાયમ માટે આપણી વચ્ચેથી વિદાય લીધી. પરમાણુ ઊર્જા પંચના ભૂતપૂર્વ વડા ડો. રાજગોપાલ ચિદમ્બરમ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા અને મુંબઈની જસલોક હોસ્પિટલમાં દાખલ હતા. છેવટે મુંબઈની જસલોક હોસ્પિટલમાં જ શનિવારે સવારે 3.20 વાગ્યે અંતિમ શ્વાસ લીધા અને કાયમ માટે આંખો મીંચી દીધી. ડો. ચિદમ્બરમની વિદાય ભારતના ઇતિહાસના એક સુવર્ણ પ્રકરણ સાથે જોડાયેલા મહાન પાત્રની વિદાય છે.

Advertisement

આ સુવર્ણ પ્રકરણ 1974માં પોખરણમાં કરાયેલું પરમાણુ પરીક્ષણ છે કે જેણે આ દેશને સાચા અર્થમાં મહાસત્તા બનાવી. ડો. રાજગોપાલ ચિદમ્બરમ આ પરમાણુ પરીક્ષણનાં મુખ્ય પાત્રોમાં એક હતા. ડો. ચિદમ્બરમે તો 1975 પછી 1998ના પરમાણુ પરીક્ષણમાં પણ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી એ જોતાં એ તો બે મહાન ઘટનાઓ સાથે જોડાયેલા હતા. ભારતે 18 મે 1974ના રોજ પ્રથમ સફળ પરમાણુ હથિયાર પરીક્ષણ કરીને આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી હતી.

એ વખતે નહીં પણ આજે પણ પરમાણુ બોમ્બ બનાવવો એ નાનીમાના ખેલ નથી ત્યારે અંગ્રેજોની ગુલામીમાંથી 27 વર્ષ પહેલાં જ આઝાદ થયેલું ભારત પરમાણુ બોમ્બ બનાવી શકે એવું કોઈ વિચારી પણ શકતું નહોતું. એ વખતે રાજસ્થાનમાં ભારતીય સેનાની પોખરણ ટેસ્ટ રેન્જમાં પરમાણુ બોમ્બનો વિસ્ફોટ કરવામાં આવ્યો તેના પડઘા આખી દુનિયામાં પડયા હતા. પોખરણમાં ફોડાયેલો એ બોમ્બ ડો. રાજા રામન્નાની આગેવાની હેઠળના ભાભા પરમાણુ સંશોધન કેન્દ્ર (ઇઅછઈ)ના વૈજ્ઞાનિકો દ્વારા બનાવવામાં આવ્યો હતો. આજે અબૂધ અને ગમાર નેતાઓ અને તેમના ભક્તજનો નહેરુ-ગાંધી ખાનદાને આ દેશ માટે શું કર્યું એવો સવાલ કરે છે.

Advertisement

અત્યારે ભારતનો દુનિયામાં જબરદસ્ત વટ છે એવી ફિશિયારીઓ મરાય છે. ત્યારે મર્દાની ઈન્દિરા ગાંધીએ અમેરિકા અને દુનિયાના બધા દાદા ગણાતા દેશોની ઐસીતૈસી કરીને વટભેર પરમાણુ પરીક્ષણ કરાવેલું. આ પરમાણુ કાર્યક્રમની શરૂૂઆત પાછી જવાહરલાલ નહેરુએ કરાવેલી. આ દેશ પરમાણુ મહાસત્તા બન્યો ને દુનિયાનો બીજો કોઈ દેશ તેની સામે આંખ ઉઠાવીને જોવાની હિંમત પણ ના કરી શકે એવી તાકાત ઊભી કરી એ નહેરુ-ગાંધી ખાનદાનનું યોગદાન છે. બાકી અત્યાર સુધીમાં પાકિસ્તાને પાંચ વાર હુમલા કરી નાખ્યા હોત ને ચીને આપણને થારનુંય રગદોળી નાખ્યું હોત. ડો. ચિદમ્બરમનું યોગદાન એ રીતે બહુ મોટું છે, પણ આ દેશના લોકોની યાદદાસ્ત બહુ ટૂંકી છે તેથી એ કોઈને યાદ ના રહ્યા.

Advertisement
Tags :
Advertisement
Advertisement