For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી જીત, ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યું

01:04 PM Mar 27, 2024 IST | Bhumika
ચેન્નાઈ સુપર કિંગ્સની સતત બીજી જીત  ગુજરાત ટાઈટન્સને 63 રને હરાવ્યું

Advertisement

ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ રચ્ચે રમાયેલા આઈપીએલના મુકાબલામાં ગુજરાતનો ધબડકો જોવા મળ્યો. બીજી તરફ ચેન્નાઈની મોટી જીત થઈ. ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સ સામે શાનદાર બેટિંગ કરી અને 6 વિકેટે 206 રન બનાવ્યા હતા. જવાબમાં ગુજરાત 8 વિકેટે 143 રન જ બનાવી શકી અને મેચ હારી ગઈ. આ સાથે ચેન્નઈ પોઈન્ટ ટેબલમાં ટોપ ઉપર પહોંચી ગયું છે.
ગુજરાતે ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો પરંતુ ચેન્નાઈના બેટ્સમેનોએ હંગામો મચાવ્યો. રચિન રવિન્દ્રએ શાનદાર બેટિંગ કરી અને 20 બોલમાં છ ચોગ્ગા અને ત્રણ છગ્ગા સાથે 46 રન બનાવ્યા. તેની પાછળ અજિંક્ય રહાણે 12 રન બનાવીને આઉટ થયો. બીજી તરફ રૂૂતુરાજ ગાયકવાડનું બેટ શાનદાર રીતે બોલ્યું. તેણે 36 બોલમાં 5 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 46 રનની ઇનિંગ રમી. અહીંથી શિવમ દુબે નામનું તોફાન જોવા મળ્યું જેણે આવતાની સાથે જ મેદાન પર સિક્સરનો વરસાદ કર્યો.

દુબે 23 બોલમાં 2 ચોગ્ગા અને 5 છગ્ગાની મદદથી 51 રન બનાવીને આઉટ થયો હતો. યુવા બેટ્સમેન સમીર રિઝવીએ રાશિદ ખાનને નિશાન બનાવીને બે સિક્સર ફટકારી. તે 6 બોલમાં 14 રન બનાવીને આઉટ થયો. તેના સિવાય રવિન્દ્ર જાડેજાએ અણનમ 7 રન ફટકારીને ચેન્નાઈનો સ્કોર 6 વિકેટે 206 રન સુધી પહોંચાડ્યો હતો. ગુજરાત તરફથી રાશિદ ખાને સૌથી વધુ 2 વિકેટ લીધી.
જવાબી ઇનિંગ્સમાં રમતા ગુજરાતે ગિલની વિકેટ વહેલી ગુમાવી દીધી, તે માત્ર 8 રન બનાવીને દીપક ચહરનો શિકાર બન્યો. શાનદાર બેટિંગ કરી રહેલા રિદ્ધિમાન સાહાને પણ 21 રનના અંગત સ્કોર પર દીપક ચહરે આઉટ કર્યો. આ પછી વિજય શંકર 12 રન બનાવીને આઉટ થયો હતો. મિલરે પણ 21 રન બનાવ્યા અને ગુજરાતની સ્થિતિ વધુ ખરાબ થઈ ગઈ. આ પછી ગુજરાતની એક પછી એક વિકેટ પડતી રહી અને ટીમ 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને માત્ર 143 રન જ બનાવી શકી. આમ ચેન્નાઈએ 63 રને મુકાબલો જીતી લીધો.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement