For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લખનઉ એરપોર્ટ પર હંગામો, રેડિયોએક્ટિવ લીક થતાં 2 કર્મચારીઓ થયાં બેભાન

01:37 PM Aug 17, 2024 IST | Bhumika
લખનઉ એરપોર્ટ પર હંગામો  રેડિયોએક્ટિવ લીક થતાં 2 કર્મચારીઓ થયાં બેભાન
Advertisement

ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌના એરપોર્ટના કાર્ગોમાં રેડિયોએક્ટિવ મટીરિયલ લીક થતાં હોબાળો મચી ગયો હતો. જેના કારણે બે કાર્ગો કર્મચારીઓ બેભાન થઈ ગયા હતા. CISF ઘટનાસ્થળે પહોંચી ગયું છે. એનડીઆરએફની ટીમને પણ બોલાવવામાં આવી છે.

પ્રાથમિક માહિતી અનુસાર, ફ્લાઈટ લખનઉથી ગુવાહાટી જઈ રહી હતી. દરમિયાન એરપોર્ટ ટર્મિનલ-3 પર સ્કેનિંગ દરમિયાન મશીને બીપનો અવાજ કર્યો. આ બોક્સમાં કેન્સર વિરોધી દવાઓ લાકડાના બોક્સમાં પેક હતી.

Advertisement

તેમાં રેડિયોએક્ટિવ તત્વો હોય છે. કર્મચારીઓએ બોક્સ ખોલતાની સાથે જ ઝડપથી ગેસ નીકળ્યો હતો. જેના કારણે બે કર્મચારીઓ બેભાન થઇ ગયા હતા. કર્મચારીઓ બેભાન થતાં જ ત્યાં નાસભાગ મચી ગઈ હતી. આ વિસ્તારને તાત્કાલિક ખાલી કરાવવામાં આવ્યો હતો.

અધિકારીઓએ જણાવ્યું કે એરપોર્ટની અંદરના 1.5 કિલોમીટરના વિસ્તારને ખાલી કરાવવામાં આવી રહ્યો છે. લખનૌ એરપોર્ટ પર આ ઘટના બાદ સુરક્ષાની તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. આ ગેસનો ઉપયોગ મેડિકલ ક્ષેત્રે થાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, 'એરપોર્ટ ટર્મિનલ 3ના કાર્ગો વિસ્તારમાં ફ્લોરિંગ લીકેજની જાણ થઈ હતી. ફાયર સર્વિસ, NDRF અને SDRFની ટીમો સ્થળ પર હાજર છે. ત્રણેય ટીમો સાથે મળીને કામ કરી રહી છે. કેટલીક દવાના પેકેજિંગમાંથી ફ્લોરિન લીક થયું હતું, જેની તપાસ કરવામાં આવી રહી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement