For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલ સુધીમાં Paytm ફાસ્ટેગ બદલો, નહીં તો થશે બમણો દંડ

11:57 AM Mar 14, 2024 IST | Bhumika
કાલ સુધીમાં paytm ફાસ્ટેગ બદલો  નહીં તો થશે બમણો દંડ

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI)એ Paytm ફાસ્ટેગ યુઝર્સને નવું ફાસ્ટેગ લેવાની સલાહ આપી છે. NHAI કહે છે કે તમારી મુસાફરીમાં સુધારો કરવા અને ટોલ પ્લાઝા પર અસુવિધા ટાળવા માટે, 15 માર્ચ પહેલા અન્ય કોઈપણ બેંકમાંથી નવું ફાસ્ટેગ ખરીદો.

Advertisement

ગઈકાલે જારી કરાયેલા એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આનાથી મુસાફરો રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર મુસાફરી કરતી વખતે દંડ અથવા ડબલ ચાર્જથી બચી શકશે. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે Paytm પેમેન્ટ્સ બેંક સંબંધિત પ્રતિબંધો પર ભારતીય રિઝર્વ બેંકની માર્ગદર્શિકાને અનુસરીને, Paytm ઋફતફિંલ વપરાશકર્તાઓ 15 માર્ચ પછી ટોપ-અપ અથવા રિચાર્જ કરી શકશે નહીં.
NHAI અનુસાર, યૂઝર્સને 15 માર્ચ, 2024 પછી રિચાર્જ કરવાનો કે તેમના બેલેન્સને ટોપ-અપ કરવાનો વિકલ્પ મળશે નહીં. જોકે, NHAIનું કહેવું છે કે 15 માર્ચ પછી પણ તેઓ ફાસ્ટેગમાં બાકીના પૈસાથી ટોલ પેમેન્ટ કરી શકશે. NHAIએ Paytm ઋફતફિંલ વપરાશકર્તાઓને તેમની સંબંધિત બેંકોનો સંપર્ક કરવા અથવા ઈંઇંખઈક (ઇન્ડિયન હાઇવે મેનેજમેન્ટ કંપની લિમિટેડ)ની વેબસાઇટ પર આપવામાં આવેલા ઋઅચનો સંદર્ભ લેવાની સલાહ પણ આપી છે.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement