For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

રામમંદિરના દર્શન માટે આજથી ફેરફાર: રોજ 200 લોકોને મળશે આરતીના પાસ

11:25 AM Feb 16, 2024 IST | Bhumika
રામમંદિરના દર્શન માટે આજથી ફેરફાર  રોજ 200 લોકોને મળશે આરતીના પાસ

અયોધ્યાના રામ મંદિરમાં રામલલાના વ્હેલી સવારે કપાટ ખોલવામાં આવ્યા બાદ પ્રથમ આરતી જેને મંગળા આરતી કહેવાય છે તે પહેલી વખત પડદો હટાવીને શરુ કરાઈ છે. આ પરંપરા કોઈ વૈષ્ણવ મંદિરમાં નથી. ત્યાં સુધી શ્રીરામ જન્મભૂમિમાં પણ 6 ડિસેમ્બર, 1992ની પહેલા અને બાદમાં મંગળા આરતી પડદામાં જ કરવામાં આવતી હતી. આ સાથે જ આરતી દર્શન પાસની વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે. મંગળા આરતી અને શયન આરતી માટે 100-100 લોકોને પાસ ઈશ્યૂ કરવામાં આવી રહ્યાં છે. આ પાસ ઓનલાઈન અને ઓફલાઈન એમ બંને રીતે મળે છે. રામલલાના મુખ્ય પુજારી સત્યેન્દ્ર દાસ શાસ્ત્રીએ જણાવ્યું કે- તમામ વૈષ્ણવ મંદિરોમાં ભગવાન રામનો દરબાર છે જેમાં ભગવાન રામની સાથે લક્ષ્મણજી અને માતા સીતા તેમજ હનુમાનજી છે.

Advertisement

ક્યાંક ક્યાંક ચારેય ભાઈઓની સાથે માતા સીતા છે તો ક્યાંક રામ-સીતા જ છે. તેમણે કહ્યું કે માતા સીતા સાથે હોવાને કારણે એક મર્યાદાનું બંધન હોય છે. જેના કારણે જ્યાં સુધી પૂર્ણ શૃંગાર નથી થતો ત્યાં સુધી પડદો હટાવવામાં નથી આવતો. તેનાથી વિપરીત શ્રીરામ જન્મભૂમિમાં રામલલા પાંચ વર્ષના બાળ સ્વરુપમાં જ બિરાજમાન છે, અહીં માતા સીતા નથી.

રામલલાની મંગળા આરતીનો સમય સવારે સાડા ચાર વાગ્યાનો નિર્ધારિત છે. મંગળા આરતીના દર્શનાથીઓ માટે રિપોર્ટિંગ ટાઈમ સવારે 4 વાગ્યાનો છે. સવા ચાર વાગ્યા સુધીમાં શ્રદ્ધાળુઓને પ્રવેશ આપવામાં આવશે. જે બાદ જો પાસ ધારક પહોંચશે તો પછી તેમણે શૃંગાર આરતી જેનો સમય પ્રાત: સાડા છ વાગ્યાનો નિશ્ચિત છે. તે આરતી પછી 7 વાગ્યાથી દરેક શ્રદ્ધાળુઓ માટે નિયમિત દર્શનનો આરંભ થાય છે. મુખ્ય અર્ચક શાસ્ત્રીએ જણાવ્યું કે- આચાર સંહિતા મુજબ મંદિરમાં નિર્ધારિત નિયમ પૂરો કરવા માટે પુજારી ગણ પ્રાત: 3 વાગ્યે મંદિરના પટ ખોલીને સંપૂર્ણ વિધિ પૂરી કરે છે અને પછી રામલલાને જગાડવામાં આવે છે.

Advertisement

રામલલાના દર્શન અવધિમાં શુક્રવારથી ફેરફાર લાગુ કરાશે. જાણકારી મુજબ દર્શનનો સમય સવારે 7 વાગ્યાથી બપોરે સાડા 12 સુધી અને પુન: 1-30 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો નિર્ધારિત કરાયો છે. આ દરમિયાન 12-30થી 1-30 સુધી દર્શન બંધ રહેશે. આ અવધિમાં રામલલા વિશ્રામ કરશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement