ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

રેલવેની ક્ધફર્મ્ડ ટિકિટના ચાન્સ વધશે: વેઇટિંગ લિસ્ટ ક્ષમતાના 25% સુધી રહેશે

11:09 AM Jun 20, 2025 IST | Bhumika
Advertisement

ઓવરબુકિંગ ટળવાથી મુસાફરોની સમસ્યાઓ હળવી થશે

Advertisement

ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે અને ટ્રેનમાં ભીડને નિયંત્રિત કરવા માટે મહત્ત્વનો નિર્ણય લીધો છે. રેલવે મંત્રાલયે જાહેરાત કરી છે કે હવે કોઈપણ ટ્રેનમાં વેઇટલિસ્ટ ટિકિટની સંખ્યા ટ્રેનની કુલ ક્ષમતાના 25 ટકા સુધી મર્યાદિત રહેશે. આ નવા નિયમનો ઉદ્દેશ્ય મુસાફરોને વધુ સારી મુસાફરી અનુભવ પ્રદાન કરવાનો અને ઓવરબુકિંગની સમસ્યા ઘટાડવાનો છે.

અહેવાલો અનુસાર, હવે રેલવે દરેક ટ્રેનના એસી ફર્સ્ટ ક્લાસ, એસી સેક્ધડ, એસી થર્ડ, સ્લીપર અને ચેર કારમાં કુલ બર્થ/સીટના મહત્તમ 25 ટકા માટે વેઈટિંગ ટિકિટ જારી કરશે. આ ફેરફાર દિવ્યાંગજન, વરિષ્ઠ નાગરિકો અને મહિલાઓ માટે અનામત બેઠકો જેવા વિવિધ ક્વોટાને ધ્યાનમાં રાખીને કરવામાં આવ્યો છે.

રેલવે અધિકારીઓના જણાવ્યાનુસાર, આંકડાઓ દર્શાવે છે કે ચાર્ટ તૈયાર થાય ત્યાં સુધીમાં લગભગ 20 ટકાથી 25 ટકા વેઇટિંગ ટિકિટ ક્ધફર્મ થઈ જાય છે. આ આધારે નવી મર્યાદા નક્કી કરવામાં આવી છે
જેથી મુસાફરો ટિકિટની સ્થિતિ વિશે વધુ સ્પષ્ટતા મેળવી શકે. રેલવે બોર્ડ દ્વારા જારી કરાયેલા પરિપત્ર પછી દેશભરના વિવિધ ઝોનલ રેલવે આ નવી સિસ્ટમ લાગુ કરવાનું શરૂૂ કરી દીધું છે.

આ નિયમ રાજધાની, શતાબ્દી, દુરંતો, મેલ/એક્સપ્રેસ અને સુપરફાસ્ટ ટ્રેનો જેવી તમામ શ્રેણીઓની ટ્રેનોને લાગુ પડશે. જેમ કે,જો કોઈ ટ્રેનમાં 1,000 સીટો ઉપલબ્ધ હોય, તો મહત્તમ 250 વેઇટલિસ્ટ ટિકિટ જારી કરવામાં આવશે. જેથી મુસાફરોની ટિકિટ ક્ધફર્મ થવાની શક્યતાઓ તો વધશે જ, પરંતુ ટ્રેનમાં બિનજરૂૂરી ભીડ પણ ઓછી થશે.

જાન્યુઆરી 2013ના પરિપત્ર અનુસાર, અગાઉ એસી ફર્સ્ટ ક્લાસમાં વધુમાં વધુ 30, એસી સેક્ધડમાં 100, એસી થર્ડમાં 300 અને સ્લીપર ક્લાસમાં 400 વેઈટિંગ ટિકિટ જારી કરી શકાતી હતી. આ કારણે મુસાફરો ઘણીવાર છેલ્લી ક્ષણ સુધી તેમની ટિકિટ ક્ધફર્મ થવાની ચિંતા કરતા હતા.

એક વરિષ્ઠ રેલવે અધિકારીના જણાવ્યાનુસાર, વેઈટિંગ ટિકિટોની મોટી સંખ્યાને કારણે, ક્ધફર્મ ટિકિટ વિના મુસાફરો રિઝર્વ્ડ કોચમાં ચઢતા હતા, જેના કારણે કોચમાં ભીડ અને અરાજકતા સર્જાતી હતી. નવી નીતિ આ અરાજકતાને રોકવામાં મદદ કરશે.

Tags :
indiaindia newsIndian Railwaysrailway ticketsrailway Waiting ticketsWaiting list
Advertisement
Next Article
Advertisement