For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યા

10:35 AM Feb 27, 2025 IST | Bhumika
કેરળમાં સદીઓ જૂના ‘ભૂતપૂજાના’ અવશેષો મળ્યા

ધરતીના પેટાળમાં અનેક રહસ્યો ધરબાયેલા છે. ખોદકામ દરમિયાન પૌરાણિક અવનવી ચીજ-વસ્તુઓ મળી આવે છે જે-તે સમયની પરંપરા અને સંસ્કૃતિને ઉજાગર કરે છે. તાજેતરમાં કેરળના બેલુર ગામમાં ઈમારતના બાંધકામ દરમિયાન સોળમી અને સત્તરમી સદીના માનવમાં આવતી અનેક મૂર્તિઓ અને કલાકૃતિઓ મળી આવી છે. એલોય ધાતુમાંથી બનાવવામાં આવેલી આ મૂર્તિનો ઉપયોગ શપથ અને ભૂત-પૂજા માટે થતો હોવાનું માનવામાં આવે છે. મળી આવેલી કલાકૃતિઓ ડુક્કર, હરણ, ચિકન, કરચલો, બકરી અને સાપની આકૃતિઓ ઉપરાંત માળા, દીવો, તલવાર, ત્રિશૂલ, હથોડી વગેરેનો સમાવેશ થાય છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement