For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય: આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ, નિયમોમાં થયો ફેરફાર

01:37 PM Mar 01, 2025 IST | Bhumika
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય  આ એક સર્ટિફિકેટ વગર નહીં બને પાસપોર્ટ  નિયમોમાં થયો ફેરફાર

Advertisement

દેશમાં પાસપોર્ટને લઈને સરકારે નવો નિયમ લાગુ કર્યો છે. કેન્દ્ર સરકારે પાસપોર્ટ માટે અરજી કરનારાઓ માટેના નિયમોમાં સુધારો કર્યો છે. નવા સુધારા પ્રમાણે હવે 1 ઓક્ટોબર 2023ના રોજ અથવા તે પછી જન્મેલા અરજદારો માટે સરકાર અને યોગ્ય અધિકારીઓ દ્વારા જારી કરાયેલ જન્મ પ્રમાણપત્ર જ જન્મ તારીખનો એકમાત્ર પુરાવો રહેશે. આ જન્મ પ્રમાણપત્ર વિના જન્મ તારીખ સાચી ગણવામાં આવશે નહીં અને તેના વિના પાસપોર્ટ નહીં બનશે.

Advertisement

વાસ્તવમાં, પાસપોર્ટ એક્ટમાં ફેરફાર કરીને કેન્દ્ર સરકારે 1 ઓક્ટોબર, 2023ના રોજ અથવા તેના પછી જન્મેલા લોકો માટે જન્મ પ્રમાણપત્ર ફરજિયાત બનાવ્યું છે. તેના વિના, તે લોકો પાસપોર્ટ માટે અરજી કરી શકશે નહીં.

જો કે, હજુ પણ જેમનો જન્મ 1 ઓક્ટોબર, 2023 પહેલા થયો હતો. જન્મ પ્રમાણપત્રને બદલે, તેઓ તેમના ડ્રાઇવિંગ લાઇસન્સ અથવા જન્મ તારીખના પુરાવા તરીકે શાળા છોડવાનું પ્રમાણપત્ર જેવા વૈકલ્પિક દસ્તાવેજો પ્રદાન કરીને પાસપોર્ટ મેળવી શકે છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement