For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેશ ઓન ડિલીવરી માટે વધારાનો ચાર્જ કેન્દ્ર સરકાર સહન નહીં કરે

05:43 PM Oct 04, 2025 IST | Bhumika
કેશ ઓન ડિલીવરી માટે વધારાનો ચાર્જ કેન્દ્ર સરકાર સહન નહીં કરે

Advertisement

સરકાર ઈ-કોમર્સ કંપનીઓ સામે કડક કાર્યવાહી કરવાની તૈયારી કરી રહી છે જે ગ્રાહકો પાસેથી કેશ ઓન ડિલિવરી (COD ) માટે વધારાની ફી વસૂલ કરે છે. સરકાર એ પણ તપાસ કરી રહી છે કે શું આ ઈ-કોમર્સ કંપનીઓ ગ્રાહકોને અગાઉથી ચુકવણી કરવા માટે દબાણ કરી રહી છે અને જો પ્રીપેડ ઓર્ડર રદ કરવામાં આવે તો રિફંડમાં વિલંબ કરી રહી છે. ઈ-કોમર્સ કંપનીઓના આ મનસ્વી વર્તન વચ્ચે, ગ્રાહક બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ શુક્રવારે જણાવ્યું હતું કે તેમણે તપાસ શરૂૂ કરી છે. સરકાર આને એક ડાર્ક પેટર્ન માને છે જે ગ્રાહકોને ગેરમાર્ગે દોરે છે અને શોષણ કરે છે. આ સહન કરવામાં આવશે નહીં.

સરકારને ઈ-કોમર્સ કંપનીઓના મનસ્વી પગલાં અંગે ગ્રાહકો તરફથી ફરિયાદો મળી છે, જેમાં કહેવામાં આવ્યું છે કે આ કંપનીઓ બળજબરીથી કેશ ઓન ડિલિવરી માટે વધારાની ફી માંગી રહી છે. આ ફરિયાદોના જવાબમાં, મંત્રાલયે ગ્રાહકોને રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન દ્વારા તેમની ફરિયાદો નોંધાવવા પણ કહ્યું છે. મંત્રાલય જણાવે છે કે ઘણા ગ્રાહકો COD ફી ટાળવા માટે એડવાન્સ પેમેન્ટ કરે છે. જ્યારે એમેઝોન COD માટે 7 થી 10 રૂૂપિયા વસૂલ કરે છે, ત્યારે ઋહશાસફિિં અને ઋશતિિઈિું વધારાના 10 રૂૂપિયા વસૂલ કરે છે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement