કેન્દ્ર સરકાર કઠોળની નવી 15 જાતો વિકસાવશે
ભારત સરકારે કઠોળમાં આત્મનિર્ભરતા માટેના મિશન હેઠળ આગામી છ વર્ષમાં જીનોમ-સંપાદિત કઠોળની 15 જાતો વિકસાવવાની અને રજૂ કરવાની યોજના બનાવી છે. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રાલય દ્વારા તાજેતરમાં મિશનની ઓપરેશનલ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેમાં આને મુખ્ય લક્ષ્યો પૈકી એક તરીકે દર્શાવવામાં આવ્યું છે.
કેન્દ્ર સરકાર આગામી 6 વર્ષ (2025-26 થી 2030-31) દરમિયાન તુવેર , અડદ અને મસૂર ની નવી જાતો વિકસાવવા પર ધ્યાન કેન્દ્રિત કરશે વધુ ઉત્પાદન આપતી, ટૂંકા ગાળાની, સંકર , જીનોમ-સંપાદિત, આબોહવા-સ્થિતિસ્થાપક અને જંતુ-પ્રતિરોધક જંતુ - પ્રતિરોધક હશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રોજ શરૂૂ કરાયેલ આ મિશનનો નાણાકીય ખર્ચ રૂ. 11,440 કરોડનો છે.
અને મિશનનો લક્ષ્યાંક 2030-31 સુધીમાં દેશમાં કઠોળનું કુલ ઉત્પાદન 45% વધારીને 242 લાખ મેટ્રિક ટનથી 350 લાખ મેટ્રિક ટન કરવાનો છે.જીનોમ-સંપાદિત જાતો વિકસાવવાની આ યોજના મહત્ત્વપૂર્ણ છે, કારણ કે તાજેતરમાં ઇન્ડિયન કાઉન્સિલ ઑફ એગ્રીકલ્ચરલ રિસર્ચ દ્વારા વિકસાવવામાં આવેલી બે જીનોમ-સંપાદિત ચોખાની જાતો પર વિવાદ થયો હતો. સિવિલ સોસાયટી સંસ્થાઓ દ્વારા આ જાતોના પરીક્ષણ ડેટાની વિશ્વસનીયતા પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા. જોકે, ICARએ આ તમામ આક્ષેપોને પાયાવિહોણા અને વિકાસ વિરોધી એજન્ડાથી પ્રેરિત ગણાવીને ફગાવી દીધા છે.
