For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ, મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો

02:24 PM Oct 16, 2024 IST | Bhumika
સરકારી કર્મચારીઓને કેન્દ્ર સરકારે આપી દિવાળીની ભેટ  મોંઘવારીના ભથ્થામાં કર્યો વધારો
Advertisement

કેન્દ્ર સરકારે આજે કેબિનેટની બેઠકમાં મહત્વના નિર્ણયોને મંજૂરી આપી છે. દેશના લગભગ એક કરોડ સરકારી કર્મચારીઓના ડીએમાં વધારો કરવામાં આવ્યો છે એટલે કે મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે. આ રીતે, ભારત સરકારે લગભગ 49 લાખ કર્મચારીઓ અને 60 લાખ પેન્શનધારકોના મોંઘવારી ભથ્થા અને મોંઘવારી રાહત એટલે કે ડીએ અને ડીઆરમાં 3 ટકાનો વધારો કર્યો છે. કમ સે કમ સરકારે તહેવારોની સિઝનમાં સરકારી કર્મચારીઓ માટે ખુશીની વ્યવસ્થા કરી છે. આજે મળેલી કેન્દ્રીય કેબિનેટની બેઠકમાં કેન્દ્રીય કર્મચારીઓના ડીએમાં 3 ટકાના વધારાને મંજૂરી આપવામાં આવી છે. દિવાળી પહેલા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું 50 ટકાથી વધીને 53 ટકા થયું છે અને આજની કેબિનેટ બેઠકમાં આ નિર્ણયને મંજૂરી આપવામાં આવી છે.

આ વખતે સરકારી કર્મચારીઓ અને પેન્શનરોને તેમના ઓક્ટોબરના પગારમાં મોટો વધારો મળશે કારણ કે મોંઘવારી ભથ્થું 1 જુલાઈ, 2024થી લાગુ ગણવામાં આવશે. આને કારણે, મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત બંનેના હકદારને જુલાઈથી સપ્ટેમ્બર સુધી વધેલું એરિયર્સ મળશે. સરકારી કર્મચારીઓ માટે ડીએમાં વધારો કરવાનો આ સમય સારો છે કારણ કે હવેથી માત્ર 15 દિવસ પછી જ દિવાળીનો તહેવાર ઉજવવામાં આવશે.

Advertisement

કેબિનેટના નિર્ણયમાં કોસ્ટલ શિપિંગ બિલને પણ મંજૂરી આપવામાં આવી છે. આ બિલ, કોસ્ટલ શિપિંગ બિલ 2024 દ્વારા દરિયાકાંઠાના વિસ્તારોને કેવી રીતે ફાયદો થશે તેની પણ કેબિનેટ બ્રીફિંગમાં જાહેરાત કરવામાં આવશે.

કેબિનેટની બેઠકમાં રવિ પાકની MSP વધારવાની પણ મંજૂરી આપવામાં આવી છે. 6 રવિ પાકોની MSP 2% થી વધારીને 7% કરવામાં આવી છે અને ઘઉંના લઘુત્તમ ટેકાના ભાવ પર મહત્તમ વધારો કરવામાં આવ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement