For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

લેટરલ વિવાદમાં સાથી પક્ષોએ નાક દબાવતા કેન્દ્રનો યૂ-ટર્ન

03:50 PM Aug 20, 2024 IST | Bhumika
લેટરલ વિવાદમાં સાથી પક્ષોએ નાક દબાવતા કેન્દ્રનો યૂ ટર્ન
Advertisement

નીતિશકુમાર અને ચિરાગ પાસવાનના વિરોધ બાદ ઈંઅજમાં સીધી ભરતીની જાહેરાત 72 કલાકમાં રદ કરવા આદેશ

45 દી’માં સુપ્રીમના નિર્દેશ મુજબ સરકાર કાર્યવાહી કરે: જુનિયર તબીબોએ હડતાળ સમેટી

Advertisement

કેન્દ્રમાં મોદી સરકાર 3-0નાં કાર્યકાળ શરૂઆત કપરી રહી છે. ટીડીપી, જેડીયુ અને લોજપા સહિતના ટેકાથી રચાયેલી મોદી સરકારે વકફ સુધારાબિલ જે.પી.સી.ને મોકલી પીછેહઠ ર્કા બાદ આજે વધુ એક યુ ટર્ન લીધો છે. લેટરલ એન્ટ્રી સ્કીમની જાહેરાત બહાર પડયા બાદ સાથી પક્ષોએ વિરોધ કરતાં કેન્દ્ર સરકારે અચાનક જ પીછેહઠ કરી લેટરલ એન્ટ્રી સ્કીમની જાહેરાત માત્ર 72 કલાકમાં જ રદ કરવા યુપીએસસીને સુચના આપી છે.

મોદી સરકારે દેશની ટોચની સરકારી નોકરીની ભરતી કરતી યુપીએસસીમાં 45 પદો માટે લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી માટેની જાહેરાત રદ કરી છે. વિપક્ષ દ્વારા આ ભરતી પર પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા હતા અને તેને અનામત ખતમ કરવાનો પ્રયાસ ગણાવ્યો હતો. આ પછી જ મોદી સરકારે આ નિર્ણય લીધો છે. કર્મચારી વિભાગના મંત્રી જિતેન્દ્ર સિંહે યુપીએસસી ચેરપર્સન પ્રીતિ સુદાનને પત્ર લખીને આ ભરતી રદ કરવા જણાવ્યું છે. આ પત્રમાં જિતેન્દ્ર સિંહે કહ્યું છે કે પીએમ નરેન્દ્ર નક્કી છે કે લેટરલ એન્ટ્રીની ભરતી પણ બંધારણમાં આપવામાં આવેલા સમાનતાના અધિકાર હેઠળ થવી જોઈએ. ખાસ કરીને દેશમાં અનામત સાથે કોઈ છેડછાડ ન થવી જોઈએ.

આ અંગે રાહુલ ગાંધીએ વિરોધ ઉઠાવ્યો હતો અને જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સંઘ લોક સેવા આયોગના સ્થાને રાષ્ટ્રીય સ્વયમ સેવક સંઘ દ્વારા લોકસેવકોની ભરતી કરીને બંધારણ પર હુમલો કરી રહ્યા છે. કેન્દ્ર સરકારે તમામ મંત્રાલયોમાં મહત્વપૂર્ણ પદો પર લેટરલ એન્ટ્રી દ્વારા ભરતી કરીને ખુલ્લેઆમ એસસી, એસટી અને ઓબીસીની અનામત છીનવી લેવામાં આવી રહી છે. યુપીએસસીએ 17મી ઓગસ્ટના રોજ વિવિધ મંત્રાલયોમાં જોઇન્ટ સેક્રેટરી, ડાયરેક્ટર અને ડે. સેક્રેટરીના 45 પદો પર ભરતી માટે જાહેરાત કરી હતી, જેમાં 10 પદ જોઇન્ટ સેક્રેટરી જ્યારે 25 પદ ડાયરેક્ટર, ડે. ડાયરેક્ટરના છે, આ ઉમેદવારોને પરીક્ષા વગર જ લેટરલ એન્ટ્રી દ્વારા પસંદ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. જેને કારણે વિપક્ષ આરોપ લગાવી રહ્યો હતો કે સરકાર હવે અનામત વગર જ સીધી સરકારી ભરતી કરી રહી છે.

કોંગ્રેસ ઉપરાંત ભાજપના સાથી પક્ષના નેતાઓ પણ આ મામલો ઉઠાવવા લાગ્યા હતા. કેન્દ્રમાં ટેકો આપનારા એલજેપી પાર્ટીના પ્રમુખ અને કેન્દ્રીય મંત્રી ચિરાગ પાસવાને પણ કહ્યું હતું કે કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ કર્યા વગર ભરતી ના કરી શકાય, હું લેટરલ એન્ટ્રીનો મામલો કેન્દ્ર સરકાર સમક્ષ ઉઠાવીશ. કોઇ પણ સરકારી પદ પર અનામતનો અમલ જરૂૂરી છે અને તેમાં જો ને તો ના ચાલે, મારી સમક્ષ લેટરલ એન્ટ્રીનો મામલો આવ્યો જે ખરેખર ચિંતાજનક છે. અમારો પક્ષ આ લેટરલ એન્ટ્રીના સમર્થનમાં નથી. જ્યારે બિહારના અન્ય સત્તાધારી પક્ષ જદ(યુ)એ પણ લેટરલ એન્ટ્રી દ્વારા ભરતીનો વિરોધ કર્યો હતો, પક્ષના પ્રવક્તા કે સી ત્યાગીએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારનું આ પગલુ ચિંતાજનક છે, સરકાર ખુદ સામે ચાલીને વિપક્ષને વિરોધના મુદ્દા આપી રહી છે. આટલું જ નહીં હમ પાર્ટીના નેતા તથા કેન્દ્રીય મંત્રી જીતન રામ માંઝીએ પણ આ નિર્ણયનો વિરોધ કરતાં કહ્યું છે કે હું આ મુદ્દો કેબિનેટ મીટિંગમાં ઉઠાવીશ. પરંતુ સરકારે ભરતીની જાહેરાત રદ કરીને આ મામલે હવે સાથી પક્ષોના વિરોધને શરણે થઈ ને પડદો પાડી દીધો છે.

Advertisement
Advertisement
Advertisement