For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાલે ‘વિકસિત ભારત’ની થીમ ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી

11:11 AM Aug 14, 2024 IST | Bhumika
કાલે ‘વિકસિત ભારત’ની થીમ ઉપર સ્વતંત્રતા દિવસની ઉજવણી
Advertisement

10 હજાર પોલીસ, 3 હજાર ટ્રાફિક જવાનો અને 700 અઈં કેમેરા સાથે દિલ્હીમાં સજજડ સુરક્ષા વ્યવસ્થા, મોદી 11મી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવશે

Advertisement

દેશ 78માં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવા માટે તૈયાર છે. આ દિવસે દેશના વડાપ્રધાન દિલ્હીના લાલ કિલ્લા પર ધ્વજ ફરકાવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે લાલ કિલ્લા પર મોટા પાયે તૈયારીઓ ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 15 ઓગસ્ટના રોજ સવારે લાલ કિલ્લા પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે અને પછી દેશવાસીઓને સંબોધિત કરશે. આ સાથે મોદી પૂર્વ પી.એમ. મનમોહનસિંહનો સતત 10 વર્ષ સુધી ધ્વજ ફરકાવવાનો રેકોર્ડ તોડી 11 મી વખત રાષ્ટ્રધ્વજ લહેરાવશે.

આ વર્ષે, સ્વતંત્રતા દિવસ 2047 સુધીમાં ભારતને વિકસિત રાષ્ટ્રમાં પરિવર્તિત કરવાના સરકારના વિઝન પર આધારિત વિકસિત ભારત થીમ સાથે ઉજવવામાં આવશે. સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીમાં દિલ્હી પોલીસે સુરક્ષા વ્યવસ્થાને મજબૂત કરવા માટે સમગ્ર રાષ્ટ્રીય રાજધાનીમાં 3,000 ટ્રાફિક પોલીસ અધિકારીઓ, 10,000થી વધુ પોલીસ કર્મચારીઓ અને 700 એઆઇ આધારિત ચહેરાની ઓળખ કેમેરા તૈનાત કર્યા છે.
આઈજીઆઈ એરપોર્ટ, રેલ્વે સ્ટેશન, બસ સ્ટેન્ડ, મોલ અને બજારો જેવા વિવિધ સ્થળોએ વધારાની પોલીસ ટીમો અને અર્ધલશ્કરી દળોને તૈનાત કરવામાં આવ્યા છે. સ્વતંત્રતા દિવસના અવસર પર, ટ્રાફિકને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય રાજધાનીના મુખ્ય ચાર રસ્તાઓ અને લાલ કિલ્લાથી દિલ્હી સરહદ તરફ જતા રસ્તાઓ પર 3,000થી વધુ ટ્રાફિક પોલીસ કર્મચારીઓ તૈનાત કરવામાં આવશે.

વધુમાં, પોલીસે કહ્યું કે વડા પ્રધાન અને અન્ય વીવીઆઇપી મહેમાનોની સુરક્ષા માટે સ્નાઈપર્સ, ચુનંદા સ્વાટ કમાન્ડો, પતંગ પકડનારા અને શાર્પશૂટર્સને વ્યૂહાત્મક સ્થળોએ તૈનાત કરવામાં આવશે. એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ સમાચાર એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે, લાલ કિલ્લા પર સુરક્ષા વ્યવસ્થાના અનેક સ્તરો હશે. અમે સ્વતંત્રતા દિવસ માટે મજબૂત સુરક્ષા વ્યવસ્થા સુનિશ્ચિત કરવા માટે 700 એઆઇ -આધારિત ચહેરાની ઓળખ સીસીટીવી કેમેરા પહેલેથી જ ખરીદી લીધા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement