For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBSE શાળાઓમાં હવે CCTV કેમેરા ફરજિયાત

05:17 PM Jul 22, 2025 IST | Bhumika
cbse શાળાઓમાં હવે cctv કેમેરા ફરજિયાત

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનએ વિદ્યાર્થીઓની સુરક્ષા વધારવા માટે મહત્વપૂર્ણ પગલાં લીધાં છે. હવે બધી CBSE સંલગ્ન શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવા ફરજિયાત બનાવાયા છે. આ કેમેરા વિડિઓ સાથે ઓડિયો પણ રેકોર્ડ કરશે, અને તેનું ઓછામાં ઓછું 15 દિવસનું રેકોર્ડિંગ સુરક્ષિત રાખવું પડશે.

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) એ શાળાઓમાં વિદ્યાર્થીઓની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત કરવા માટે કેટલાક કડક અને આવશ્યક પગલાં ભર્યા છે. બોર્ડ દ્વારા જારી કરાયેલી નવી સૂચનાઓ મુજબ, હવે તમામ CBSE શાળાઓ માટે તેમના સમગ્ર કેમ્પસમાં હાઈ-રિઝોલ્યુશન CCTV કેમેરા લગાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે.

Advertisement

CBSE એ સોમવારે પોતાના નિયમોમાં સુધારો કરતા જણાવ્યું છે કે, દરેક શાળાએ એવી દેખરેખ પ્રણાલી સ્થાપિત કરવી પડશે, જેથી બાળકોની શાળા પરિસરમાં થતી દરેક ગતિવિધિનું રેકોર્ડિંગ થઈ શકે. આ કેમેરા માત્ર વિડિઓ જ નહીં, પરંતુ ઓડિયો પણ રેકોર્ડ કરશે. શાળા પરિસરમાં વધતી જતી સુરક્ષા સંબંધિત ઘટનાઓ અને વિદ્યાર્થીઓની સલામતીને ધ્યાનમાં રાખીને આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.

CBSE એ એ પણ સ્પષ્ટ કર્યું છે કે, આ કેમેરા એવા સ્ટોરેજ ડિવાઇસ સાથે જોડાયેલા હોવા જોઈએ, જેમાં ઓછામાં ઓછા 15 દિવસનું રેકોર્ડિંગ સુરક્ષિત રીતે સંગ્રહિત કરી શકાય. આનો મુખ્ય હેતુ એ છે કે જો ભવિષ્યમાં કોઈ અનિચ્છનીય ઘટના બને, તો ફૂટેજની મદદથી સત્ય બહાર લાવી શકાય અને જવાબદાર વ્યક્તિઓ સામે કાર્યવાહી કરી શકાય.તમામ શાળાઓએ એ સુનિશ્ચિત કરવું પડશે કે રેકોર્ડિંગનો બેકઅપ સુરક્ષિત રાખવામાં આવે અને જરૂૂર પડ્યે સંબંધિત સત્તાવાળાને ઉપલબ્ધ કરાવી શકાય.

છેલ્લા કેટલાક વર્ષોમાં શાળા પરિસરમાં બાળકોની સુરક્ષાને લગતી અનેક ગંભીર ઘટનાઓ સામે આવી છે. વાલીઓ અને સમાજ દ્વારા શાળાઓની મોનિટરિંગ સિસ્ટમ અને સુરક્ષા વ્યવસ્થા પર સતત પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા હતા. CBSE દ્વારા લેવાયેલું આ પગલું બાળકોને શાળામાં વધુ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણ પૂરું પાડવાની દિશામાં એક મોટું અને જરૂૂરી પગલું માનવામાં આવી રહ્યું છે. એવી અપેક્ષા છે કે આનાથી શાળા વહીવટમાં પારદર્શિતા અને જવાબદારી પણ વધશે, જેના પરિણામે સમગ્ર શૈક્ષણિક માહોલ વધુ વિશ્વાસપાત્ર બનશે.

આ સ્થળો પર લગાવાશે સીસીટીવી
બોર્ડની નવી માર્ગદર્શિકા અનુસાર, શાળાના મુખ્ય પ્રવેશદ્વાર, દરેક વર્ગખંડ, સ્ટાફ રૂૂમ, પ્રયોગશાળાઓ, પુસ્તકાલય, કેન્ટીન, કોરિડોર, સીડીઓ, રમતનું મેદાન અને બહારના શૌચાલય જેવા તમામ મહત્વપૂર્ણ સ્થળોએ ઉચ્ચ ગુણવત્તાવાળા કેમેરા સ્થાપિત કરવા પડશે. જોકે, વિદ્યાર્થીઓની ગોપનીયતા જાળવવા માટે શૌચાલય અને શૌચાલયની અંદરના ભાગમાં કેમેરા લગાવવામાં આવશે નહીં.

મોનિટરિંગ સિસ્ટમનો રિપોર્ટ આપવા પડશે
CBSEએ તમામ શાળાઓને બોર્ડની આ નવી સૂચનાઓનું પાલન કર્યું છે તેનો પુરાવો આપવા પણ જણાવ્યું છે. જો કોઈ શાળા આ નિયમોનું પાલન નહીં કરે તો તેની સામે કડક કાર્યવાહી થઈ શકે છે. શાળાઓએ સમયાંતરે બોર્ડને તેમની મોનિટરિંગ સિસ્ટમનો રિપોર્ટ પણ મોકલવો પડશે, જેથી પાલન સુનિશ્ચિત કરી શકાય.

Advertisement
Tags :
Advertisement
Advertisement