For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBSEનું ધો.10માં 93.66, ધો.12નું 88.39 ટકા પરિણામ

05:50 PM May 13, 2025 IST | Bhumika
cbseનું ધો 10માં 93 66  ધો 12નું 88 39 ટકા પરિણામ

વિજયવાડા કેન્દ્ર 99.60 ટકા સાથે પ્રથમ : મેરીટ લીસ્ટ જાહેર નહીં કરાય, વિદ્યાર્થિનીઓએ ફરી બાજી મારી

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન દ્વારા પરિણામ જાહેર કરવામાં આવ્યા છે. જેમાં ધો.12નું 88.39 ટકા અને ધો.10નું 93.66 ટકા પરીણામ આવ્યું છે. ધો.12માં ગત વર્ષ કરતા 0.41 ટકા અને ધો.10માં 0.06 ટકા વધુ આવ્યુ છે. આ વર્ષ પણ વિદ્યાર્થીઓ કરતા વિદ્યાર્થીનીઓએ બાજીમારી છે. વિજયવાડા કેન્દ્ર સમગ્ર દેશમાં 99.60 ટકા સાથે પ્રથમ આવ્યું છે. આ વર્ષે અંદાજે 44 લાખથી વધારે છાત્રોએ CBSEની પરીક્ષા આપી હતી.
આ વર્ષે 17,04,367 વિદ્યાર્થીઓએ CBSEધોરણ 12 બોર્ડની પરીક્ષા માટે રજિસ્ટર્ડ થયા હતા.

Advertisement

જેમાંથી 16,92,794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. જેમાંથી પાસ થનારા વિદ્યાર્થીઓની સંખ્યા 14 લાખ 96 હજાર 307 હતી. ખાસ વાત એ છે કે ગયા વર્ષે પણ બોર્ડ દ્વારા પરીક્ષાનું પરિણામ 13 મેના રોજ જાહેર કરવામાં આવ્યું હતું. અગાઉ, બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓને ડિજીલોકરનું ઍક્સેસ આપવામાં આવ્યુ છે. તેની પિન સંબંધિત શાળાઓ દ્વારા વિદ્યાર્થીઓને પહેલાથી જ આપવામાં આવ્યો છે.

ધો.12માં ગયા વર્ષની સરખામણીમાં પાસિંગ ટકાવારી 0.41% વધી છે. છોકરીઓએ છોકરાઓ કરતાં વધુ સારું પ્રદર્શન કર્યું છે. છોકરીઓની પાસ થવાની ટકાવારી 91%થી વધુ હતી, જે છોકરાઓ કરતાં 5.94% વધુ છે. ધો.12માં સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન બોર્ડ મુજબ, કુલ 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે ગયા વર્ષ કરતાં થોડા વધારે છે. આંધ્રપ્રદેશના વિજયવાડામાં સૌથી વધુ 99.60 વિદ્યાર્થીઓ પાસ થયા છે.
CBSEબોર્ડ મેરિટ લિસ્ટ જાહેર કરતું નથી. આ સિવાય પરિણામમાં કોઈ ટોપર વિદ્યાર્થી જાહેર કરવામાં આવ્યો નથી. બોર્ડ બધી સ્કૂલો અને શૈક્ષણિક સંસ્થાઓને પણ આ સૂચનાઓ આપે છે કે કોઈપણ વિદ્યાર્થીને સ્કૂલ કે જિલ્લામાં ટોપર જાહેર ન કરવામાં આવે. પરિણામ જાહેર થયા પછી વિદ્યાર્થીઓ તેમની માર્કશીટ ઓનલાઈન જોઈ શકે છે, પરંતુ આ ફક્ત ટેમ્પરરી છે. વિદ્યાર્થીઓએ તેમની મૂળ માર્કશીટ તેમની સ્કૂલમાંથી મેળવવાની રહેશે.

પ્રદેશ મુજબ પાસની ટકાવારી

1. વિજયવાડા 99.60%
2. ત્રિવેન્દ્રમ 99.32%
3. ચેન્નઈ 97.39%
4. બેંગલુરુ 95.95%
5. દિલ્હી-પશ્ચિમ 95.17%
6. દિલ્હી-પૂર્વ 95.06%
7. ચંદીગઢ 91.61%
8. પંચકુલા 91.17
9. પુણે 90.93%
10. અજમેર 90.40%
11. ભુવનેશ્વર 83.64%
12. ગુવાહાટી 83.62%
13. દેહરાદૂન 83.45%
14. પટના 82.86%
15. ભોપાલ 82.46%
16. નોઈડા 81.29%
17. પ્રયાગરાજ 79.53%

Advertisement
Tags :
Advertisement
Advertisement