For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

CBSEની ધો.10-12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી

01:57 PM Jun 30, 2025 IST | Bhumika
cbseની ધો 10 12ની પૂરક પરીક્ષા 15 જૂલાઇથી

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન (CBSE) દ્વારા તાજેતરમાં લેવામાં આવેલી ધોરણ-10 અને 12ની પરીક્ષાના પરિણામ જાહેર કરાયા બાદ નાપાસ થયેલા વિદ્યાર્થીઓ માટે હવે જુલાઈ માસમાં પૂરક પરીક્ષા લેવામાં આવશે. CBSE બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષાઓનું સમયપત્રક સત્તાવાર રીતે જાહેર કરાયો છે. જેમાં 15 જુલાઈથી પરીક્ષા શરૂૂ કરવામાં આવશે તેમ જણાવાયું છે. આ પૂરક પરીક્ષા 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જે વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા પાસ કરી શક્યા નથી. અથવા તો પરિણામ સુધારવા માગે છે તેઓ આ પરીક્ષા આપી શકશે.

CBSE બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલા પરીક્ષાના કાર્યક્રમ અનુસાર, ધોરણ-10 અને 12ની પૂરક પરીક્ષા 15 જુલાઈથી શરૂૂ થશે. જેમાં ધોરણ-10 અને ધોરણ-12ના બંને પ્રવાહોના વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવશે. પરીક્ષા સવારે 10-30 વાગ્યે શરૂૂ થશે અને બપોરના 1-30 વાગ્યાના સુમારે પૂર્ણ થશે. જેમાં કેટલાક વ્યવસાયિક અને વૈકલ્પિક વિષયોની પરીક્ષા બે કલાકના સમયગાળા માટે લેવામાં આવશે. ધોરણ-10ની પૂરક પરીક્ષા 15 જુલાઈથી શરૂૂ થશે અને 22 જુલાઈના રોજ પૂર્ણ થશે. જ્યારે ધોરણ-12ની પરીક્ષા 15 જુલાઈના રોજ લેવામાં આવશે.

Advertisement

પરીક્ષાના પ્રથમ દિવસે સમાવિષ્ટ વિષયોમાં અંગ્રેજી વૈકલ્પિક, હિન્દી વૈકલ્પિક, ઉર્દૂ વૈકલ્પિક, સંસ્કૃત વૈકલ્પિક જેવા મુખ્ય શૈક્ષણિક વિષયો અને ઇતિહાસ, રાજકીય વિજ્ઞાન, ભૂગોળ અને અર્થશાસ્ત્ર જેવા મુખ્ય સામાજિક વિજ્ઞાન વિષયોની પરીક્ષા લેવામાં આવશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષા શરૂૂ થવાના બે સપ્તાહ પહેલા જ કાર્યક્રમ જાહેર કરી દીધો છે. જેથી વિદ્યાર્થીઓ પરીક્ષાને લગતી તૈયારીઓ કરી શકશે. CBSE પૂરક પરીક્ષામાં મુખ્ય પરીક્ષામાં પાસ થઈ શક્યા ન હોય અથવા વધુ સ્કોર કરવા માગતા વિદ્યાર્થીઓને તક મળશે.

Advertisement
Tags :
Advertisement
Advertisement