CBSE દ્વારા ધો.10 અને 12ના છાત્રોના એડમિટ કાર્ડ ઓનલાઈન મુકાયા
આ વર્ષની સીબીએસઈ બોર્ડ પરીક્ષા (ધોરણ 10 અને 12)માં સામેલ થનારા વિદ્યાર્થીઓ માટે એડમિટ કાર્ડ આવી ગયા છે. કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડે ધોરણ 10 અને 12 માટે બોર્ડની પરીક્ષા માટે પ્રવેશ પત્ર જાહેર કરી દીધા છે. એડમિટ કાર્ડને બોર્ડની પરીક્ષા સંગમ પોર્ટલ પર જાહેર કરવામાં આવ્યા છે. સ્કૂલ હેડ વેબસાઈટ ભબતય.લજ્ઞદ.શક્ષ પર જઈને પોર્ટલ પર લોગ ઈન કરી પોતાના વિદ્યાર્થીઓને એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે.
એડમિટ કાર્ડ ખાલી લોગિન દ્વારા જ મળશે, એટલા માટે વિદ્યાર્થીઓ ડાયરેક્ટ બોર્ડની વેબસાઈટ પરથી પોતાના એડમિટ કાર્ડ ડાઉનલોડ કરી શકશે નહીં. વિદ્યાર્થીઓએ પોતાના એડમિટ કાર્ડ લેવા માટે સ્કૂલનો સંપર્ક કરવો પડશે.
સીબીએસઈ બોર્ડ ધોરણ 10 અને 12ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી શરુ થશે. ધોરણ 10 બોર્ડની પરીક્ષા 18 માર્ચે સમાપ્ત થશે અને ધોરણ 12ની પરીક્ષા 4 એપ્રિલના રોજ સમાપ્ત થશે. બંને ધોરણની પરીક્ષાઓ એકલ શિફ્ટ સવાર 10.30 વાગ્યાથી શરુ થશે.