CBSE દ્વારા ધો-10 અને 12ની પરીક્ષાનું સંભવિત મે માં પરિણામ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશન ની ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષાઓ પૂર્ણ થઈ ગઈ છે. હવે લાખો વિદ્યાર્થીઓ તેમના પરિણામોની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. મળતી માહિતી મુજબ CBSE ટૂંક સમયમાં ધોરણ 10 અને 12નું પરિણામ જાહેર કરી શકે છે. આ વખતે ધોરણ 10 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 18 માર્ચ 2025 દરમિયાન અને ધોરણ 12 ની પરીક્ષાઓ 15 ફેબ્રુઆરીથી 4 એપ્રિલ 2025 દરમિયાન લેવામાં આવી હતી. આ પરીક્ષાઓમાં ધોરણ 10 ના લગભગ 24.12 લાખ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી.
તે જ સમયે, લગભગ 16 લાખ વિદ્યાર્થીઓએ ધોરણ 12 ની પરીક્ષા આપી હતી. બોર્ડ દ્વારા સપ્રિમેન્ટ્રી તપાસવાનું કામ ઝડપથી કરવામાં આવી રહ્યું છે અને પરિણામની તૈયારી લગભગ અંતિમ તબક્કામાં છે. પરિણામ જાહેર થવાની તારીખ અંગે બોર્ડ તરફથી કોઈ સત્તાવાર માહિતી નથી, પરંતુ એવી અપેક્ષા છે કે મે મહિનાના પહેલા કે બીજા અઠવાડિયા સુધીમાં પરિણામ જાહેર કરવામાં આવશે.
