CBSE ધોરણ 12નું પરિણામ જાહેર, 88.39 ટકા વિદ્યાર્થીઓ પાસ
સેન્ટ્રલ બોર્ડ ઓફ સેકન્ડરી એજ્યુકેશન (CBSE)એ આજે ધોરણ 12 બોર્ડ પરીક્ષાનું પરિણામ સત્તાવાર રીતે જાહેર કર્યું છે. આ વર્ષે ધોરણ 12નું 89.39 ટકા પરિણામ નોંધાયું છે. ગત વર્ષે CBSC ધોરણ 12નું પરિણામ 87.9 ટકા નોંધાયું હતું. જેમાં આ વર્ષે વધારો નોંધાયો છે.
વિદ્યાર્થીઓ CBSEની સત્તાવાર વેબસાઇટ cbseresults.nic.in પર તેમના રોલ નંબર અને સ્કૂલ કોડની મદદથી તેમના પરિણામો ચકાસી શકે છે. આ ઉપરાંત, DigiLocker અને UMANG એપ દ્વારા પણ માર્કશીટ ડાઉનલોડ કરી શકાય છે.
આ વર્ષે કુલ 17,04,367 વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે નોંધણી કરાવી હતી, જેમાંથી 16,92,794 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. તેમાંથી 14,96,307 વિદ્યાર્થીઓને સફળ જાહેર કરવામાં આવ્યા છે. 2024 માં પાસ ટકાવારી 87.98% હતી, જ્યારે આ વર્ષે 88.39% વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે. એટલે કે, આ વખતે 0.41% નો વધારો થયો છે.
મેરિટ લિસ્ટ જાહેર થયું નથી
CBSEએ આ વર્ષે પણ ટોપર્સની કોઈ મેરિટ લિસ્ટ જાહેર કરી નથી. બોર્ડ માને છે કે આનાથી બિનજરૂરી સ્પર્ધા ટાળી શકાય છે. જોકે, જે વિદ્યાર્થીઓએ 90% કે તેથી વધુ ગુણ મેળવ્યા છે તેમને 'ડિસ્ટિંક્શન' તરીકે પ્રશંસા કરવામાં આવશે.
CBSE બોર્ડ 12માનું પરિણામ 2025 આ રીતે કરો ચેક
CBSE results.cbse.nic.in અથવા cbse.gov.in ની સત્તાવાર વેબસાઇટની મુલાકાત લો.
હોમ પેજ પર 'CBSE 12મા પરિણામ ડાયરેક્ટ લિંક' પર ક્લિક કરો.
લોગિન પેજ ખુલશે અહીં તમારો રોલ નંબર અને જન્મ તારીખ દાખલ કરો.
તમારું CBSE બોર્ડ પરિણામ સ્ક્રીન પર ખુલશે, તેને ચેક કરો
વિદ્યાર્થીઓ અહીંથી પરિણામની ડિજિટલ કોપી ડાઉનલોડ કરી શકશે અને તેને પોતાની પાસે રાખી શકશે.
હવે પરિણામ વિદ્યાર્થીની સ્ક્રીન પર દેખાશે, જેને ડાઉનલોડ અને પ્રિન્ટ કરી શકાય છે.