CBSE બોર્ડની પરીક્ષાનો ગુરુવારથી પ્રારંભ
વિદ્યાર્થીઓને વધુ માર્ક લાવવા માટે બોર્ડના પેપરોની પ્રેક્ટિસ ઉપયોગી સાબિત થશે એમસીક્યુ, ક્યાં પ્રકરણને કેટલું વેઈટેજની ખબર પડશેસેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા આગામી તારીખ 15 ફેબ્રુઆરીથી શરૂૂ થઇ રહી છે. તમામ વિદ્યાર્થીઓ હાલ છેલ્લી ઘડીની તડામાર તૈયારી કરવામાં લાગ્યા છે. રાજકોટમાં સીબીએસઈ બોર્ડની શાળાઓની સંખ્યા ઓછી છે પરંતુ ધીમે ધીમે વિદ્યાર્થીઓ અને વાલીઓનું ઈઇજઊ બોર્ડ તરફનો ઝુકાવ વધી રહ્યો છે. રાજકોટમાંથી અંદાજિત 7 હજારથી વધુ ધોરણ 10 અને 12ના સીબીએસઈ બોર્ડના વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. આ પરીક્ષાને લઈને શાળાઓમાં બેઠક વ્યવસ્થા સહિતની તમામ તૈયારીઓ પૂર્ણ થઇ ગઈ છે. જ્યારે બીજી બાજુ સીબીએસઈ બોર્ડે ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ માટે અગાઉના એટલે કે વર્ષ 2023-24ના સેમ્પલ પેપર તેની વેબસાઈટ https://cbseacademic.nic.in/ ઉપર મુક્યા છે.
નિષ્ણાતો જણાવે છે કે, વિદ્યાર્થીઓને 70 ટકા કરતાં વધુ માર્ક લાવવા માટે બોર્ડના પેપરોની પ્રેક્ટિસ ઉપયોગી સાબિત થશે. બોર્ડ પરીક્ષામાં કેવા પ્રકારની પેપર પૂછાય છે અને તેને કેવી રીતે સોલ્વ કરવાના હોય છે તેનો અનુભવ વિદ્યાર્થીઓને આ પ્રશ્નપત્રો પરથી મળશે. ફિઝિક્સ, કેમિસ્ટ્રી, એકાઉન્ટન્સી, બાયોલોજી, સાયન્સ, ભાષા જેવા વિષયોના પ્રશ્નપત્રોથી પરીક્ષા પદ્ધતિનો અનુભવ મળી શકે છે. સીબીએસઇ શાળાઓની શરૂૂઆતથી જ તેની એકડેમિક વેબસાઈટ પર આગામી વર્ષમાં આવતા સિલેબસ, પરીક્ષાની પદ્ધતિ, પ્રેક્ટિકલ પરીક્ષાની પદ્ધતિ, યોગ્ય વિષયોના સિલેબસમાં થતા ફેરફાર તથા ભારત સરકાર દ્વારા શૈક્ષણિક માર્ગદર્શિકા સમયાનુસાર અપલોડ કરવામાં આવતા હોય છે. આ પ્રશ્નપત્રો સોલ્વ કરવાથી વિદ્યાર્થીઓને પરીક્ષાની પદ્ધતિનો અભ્યાસ થાય છે.
પરીક્ષામાં નાની ભૂલોને કારણે ઘણી વખત માર્કસ કપાય છે. 30થી 40 ટકા વિદ્યાર્થીઓ ખઈચ માં ભૂલો કરે છે. તેનાથી બચવા માટે વિદ્યાર્થીઓએ વિષયોનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરવો જોઈએ. રિઝનિંગ અને કેસ આધારિત પ્રશ્નોને ધ્યાનથી વાંચ્યા અને સમજ્યા પછી જ જવાબ આપો. ડાયાગ્રામમાં લેવલિંગ કરવાનું છોડવું જોઈએ નહીં. વિદ્યાર્થીઓ ખઈચ માટે ક્ધસેપ્ટ સ્પષ્ટ રાખો. લખો અને પ્રેક્ટિસ કરો. ડાયાગ્રામમાં લેવલિંગ છોડી દે છે, આવું ન કરવું જોઈએ.
ક્લિયર ડાયાગ્રામ સાથે જ લેવલિંગ કરે. સીબીએસઈ બોર્ડે તેની વેબસાઈટ પર મૂકેલા સેમ્પલ પેપરથી વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ પ્રશ્નપત્રોમાં એમસીક્યુ, એક વાક્યમાં જવાબ લખવા, ખાલી જગ્યા તથા સવિસ્તાર પ્રશ્નોના અભ્યાસથી વિદ્યાર્થીઓને ખૂબ સારો અનુભવ થાય છે. જેને કારણે કયા પ્રકરણનું કેટલું વેઈટેજ છે તે આવા પ્રકારના પ્રશ્નપત્રો ઉકેલવાથી વિદ્યાર્થીઓ ખબર પડતી હોય છે અને તે દિશામાં તેઓ પરીક્ષાની તૈયારીઓ કરતા હોય છે.