ઈ પેપરવિશેષ અંકવ્યવસાયઆંતરરાષ્ટ્રીય
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
રાજકોટSportsક્રાઇમગુજરાતરાષ્ટ્રીયReligious
Advertisement

CBSE બોર્ડની પરીક્ષાનો ફાઇનલ કાર્યક્રમ જાહેર

12:41 PM Oct 31, 2025 IST | admin
Advertisement

સીબીએસઈ દ્વારા ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષાનો ફાઈનલ કાર્યક્રમ જાહેર કરાયો છે. અગાઉ સપ્ટેમ્બરમાં સંભવિત કાર્યક્રમ જાહેર કરાયો હતો અને તે સમયે જે તારીખો સામે જે પેપરો જાહેર કરાયા હતા તેમાં ઘણા ફેરફાર કરાયા છે. નવા કાર્યક્રમમાં ધો.10 અને 12ની પરીક્ષાના મહત્ત્વના કેટલાક પેપરોને પાછળની તારીખોમાંથી આગળની તારીખોમાં ગોઠવી દેવાયા છે. ધો.10ની પરીક્ષા 9ને બદલે હવે 10 માર્ચે પુરી થશે.

Advertisement

સેન્ટ્રલ બોર્ડ ઓફ સેક્ધડરી એજ્યુકેશનની ધો.10 અને 12ની આગામી બોર્ડ પરીક્ષા 17 ફેબ્રુઆરીથી શરૂૂ થઈ રહી છે. જે માટે અગાઉ કાર્યક્રમ જાહેર કરવામાં આવ્યો હતો. પરંતુ તે ટેન્ટેટિવ હોવાનું સેન્ટ્રલ બોર્ડ જાહેર કર્યુ હતુ. હવે આજે 30મીએ સીબીએસઈએ આજે નવો પરીક્ષા કાર્યક્રમ જાહેર કર્યો છે અને જે ફાઈનલ હોવાનું જણાવવામા આવ્યુ છે. આ નવા કાર્યક્રમમાં પરીક્ષાની શરૂૂ થવાની અને પુરી થવાની તારીખોમાં કોઈ ફેરફાર નથી પરંતુ કેટલાક પેપરો ઉપર નીચે એટલે કે આગળ પાછળ કરવામા આવ્યા છે. જેમાં ધો.10માં અગાઉ 18 ફેબ્રુઆરીએ હેલ્થકેર, ડેટા સાયન્સ, ઈલેક્ટ્રોનિક-હાર્ડવરે, રીટેઈલ, ઓટોમોટિવ, રીટેઈલ, ફૂડ પ્રોડકશન અને એગ્રિકલ્ચર સહિતના પેપર હતા. પરંતુ જે હવે 26 ફેબ્રુઆરીએ લેવાશે અને તેના બદલે 18 ફેબ્રુઆરીએ હોમ સાયન્સની પરીક્ષા લેવાશે.

23 ફેબ્રુઆરીએ ઉર્દુ કોર્સ-એ, પંજાબી, ગુજરાતી, તમિલ, બંગાળી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા રહેશે. આ પેપરોની પરીક્ષા અગાઉ 24 ફેબ્રુઆરીએ હતી ત્યારે તેના બદલે હવે 24 ફેબ્રુઆરીએ ઈલેમેન્ટ ઓફ બિઝનેસ અને ઉર્દુ કોર્સ-બીની પરીક્ષા લેવાશે. પાંચ માર્ચની પેઈન્ટિંગની પરીક્ષા હતી તેના બદલે હવે પાંચમીએ સિંધી, મલયાલમ ,ઓડીયા, કન્નડ સહિતના પેપરો રહેશે અને પેઈન્ટિંગ 6 માર્ચે લેવાશે તેમજ 10 માર્ચે ફ્રેંચનું પેપર રહેશે. અગાઉ 9 માર્ચે પરીક્ષા પુરી થતી હતી.

જે હવે 10 માર્ચે પુરી થશે. આ ઉપરાંત ધો.12માં અગાઉ 21 ફેબ્રુઆરીએ બિઝનેસ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પેપર હતા જેના બદલે હવે ઓટોમોટિવ અને ફેશન સ્ટડીઝ રહેશે. 23 ફેબ્રુઆરીએ સાયકોલોજીને બદલે પરીક્ષા પુરી થતી હવે 10 માર્ચે પુરી થશે. આ ઉપરાંત ધો.12માં અગાઉ 21 ફેબ્રુઆરીએ બિઝનેસ સ્ટડીઝ અને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન પેપર હતા જેના બદલે હવે ઓટોમોટિવ અને ફેશન સ્ટડીઝ રહેશે. 23 ફેબ્રુઆરીએ સાયકોલોજીને બદલે માસ મીડિયા અને ડિઝાઈન થિકિંગ પેપર રહેશે. 24 ફેબ્રુઆરીએ ફેશન સ્ટડીઝને બદલે એકાઉન્ટન્સીનું પેપર રહેશે. ઉપરાંત 17 માર્ચના ગુજરાતી અને મરાઠી સહિતના ભાષાના પેપરોની પરીક્ષા હવે 6 માર્ચે લેવાશે.

Tags :
CBSE boardCBSE board examindiaindia news
Advertisement
Next Article
Advertisement