રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

નીટ પેપર લીક કૌભાંડમાં CBIની 13 સામે ચાર્જશીટ

05:10 PM Aug 02, 2024 IST | admin
Advertisement

પ્લાનિંગ સાથે પેપર લીક કરવામાં આવ્યું હતુ

Advertisement

પેપર લીક કેસમાં 13 લોકો સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી. ઈઇઈં એ ગઊઊઝ પેપર લીક કેસમાં નીતિશ કુમાર, અમિત આનંદ, જીતેન્દ્ર, રાઘવેન્દુ, આશુતોષ કુમાર, રોશન કુમાર, મનીષ પ્રકાશ, અવધેશ કુમાર, અખિલેશ કુમાર, અનુરાગ યાદવ સહિત 13 આરોપીઓ સામે પ્રથમ ચાર્જશીટ દાખલ કરી.આરોપીઓનો રોલ - સિકંદર યાદવેન્દુ- વચ્ચેનો માણસ - અમિત આનંદ- સોલ્વર ગેંગ સભ્ય- નીતિશ કુમાર- સોલ્વર ગેંગ સભ્ય- અનુરાગ યાદવ- વિદ્યાર્થી- આયુષ રાજ- વિદ્યાર્થી- અખિલેશ-આયુષ- મનીષ પ્રકાશની ભૂમિકા - વિદ્યાર્થીઓને સલામત ઘરમાં પહોંચાડનાર- આશુતોષ- સેફ હાઉસમાં પોતાનું મકાન ભાડે આપનાર - રોશન- સિકંદરનો ડ્રાઈવર કે જેણે બાળકોને લઈ જવા-આવવામાં મદદ કરી.

પ્લાનીંગ સાથે પેપર લીક કર્યું હતુંહજારીબાગ સ્કૂલના પ્રિન્સિપાલ અહસાનુલહક, વાઇસ પ્રિન્સિપાલ ડેનિશ, સોલ્વર ગેંગના કેટલાક મેડિકલ વિદ્યાર્થીઓ, પેપર ચોરનાર પ્રકાશ ઉર્ફે આદિત્ય, રાજુ સહિત અન્ય ઘણા આરોપીઓની ઈઇઈં દ્વારા ધરપકડ કરવામાં આવી છે.

ઈઇઈં આગામી દિવસોમાં આ તમામ સામે પૂરક ચાર્જશીટ દાખલ કરશે. સિકંદર યાદવેન્દુ, દાનાપુરના જુનિયર એન્જિનિયર, નીતિશ કુમાર અને અમિત આનંદ નામના બે સોલ્વર ગેંગના સભ્યોને મળે છે, જ્યાં નીતિશ કુમાર અને અમિત આનંદ સિકંદરને અંગત કામ સોંપે છે.

સિકંદરે નીતિશ અને અમિતને તેના ભત્રીજા માટે ગઊઊઝ પરીક્ષા ગોઠવવા વિશે પૂછ્યું. નીતિશ અને અમિત આનંદે ગઊઊઝ પરીક્ષાનું પેપર લીક કરવા બદલ સિકંદર યાદવેન્દુને 32 લાખ રૂૂપિયાનો દર આપ્યો હતો. સિકંદરે કહ્યું કે તેના 4 બાળકો છે જેમના માટે વ્યવસ્થા કરવી પડશે અને તે સામે પક્ષે 40 લાખ રૂૂપિયાની માંગ કરશે. સિકંદર યાદવેન્દુનો પહેલો ઉમેદવાર તેનો ભત્રીજો અનુરાગ યાદવ છે, જેની પોલીસે ગઊઊઝ પરીક્ષા બાદ ધરપકડ કરી હતી. બીજા ઉમેદવાર આયુષ રાજ અને તેના પિતા અખિલેશની પોલીસે ધરપકડ કરી છે અને તે સિકંદરનો મિત્ર છે.

Tags :
indiaindia news
Advertisement
Next Article
Advertisement