સોહરાબુદ્દીન એન્કાઉન્ટર કેસમાં 22 આરોપીઓને નિર્દોષ છોડવાના ચૂકાદાને નહીં પડકારે સીબીઆઇ
2018માં ખાસ અદાલતે તમામને નિર્દોષ ઠેરવ્યા હતા
ગુજરાતમાં ગેંગસ્ટર સોહરાબુદ્દીન શેખ અને તેના સાથી તુલસીરામ પ્રજાપતિના એન્કાઉન્ટર કેસમાં પોલીસ અધિકારીઓ સહિત તમામ 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરતા ખાસ કોર્ટના 2018ના ચુકાદા સામે સીબીઆઇ અપીલ દાખલ નહીં કરે તેમ બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવવામાં આવ્યું હતું 22 આરોપીઓ પૈકી 21 આરોપીઓ પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ છે.
ખાસ અદાલતે ડિસેમ્બર 2018માં તમામ આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા, નોંધ્યું હતું કે ફરિયાદ પક્ષ શેખ અને અન્ય લોકોની હત્યાનું કોઈ કાવતરું અને આરોપીઓની ભૂમિકા હોવાનું સૂચવતો કોઈ મજબૂત કેસ સ્થાપિત કરવામાં નિષ્ફળ ગયો હતો.સોહરાબુદ્દીન શેખ શેખના ભાઈઓ, રૂૂબાબુદ્દીન અને નયાબુદ્દીન શેખે એપ્રિલ આરોપીઓને નિર્દોષ જાહેર કરવાના ચુકાદાને 2019માં પડકાર્યો હતો.
સોહરાબુદ્દીનને નવેમ્બર 2006માં ગુજરાત પોલીસ દ્વારા અમદાવાદ નજીક એક કહેવાતા એન્કાઉન્ટરમાં ઠાર મારવામાં આવ્યો હતો. તેમની પત્ની, કૌસર બીની પણ કથિત રીતે હત્યા કરવામાં આવી હતી.
ડિસેમ્બર 2006માં સોહરાબના સાથી અને કેસના મુખ્ય સાક્ષી એવા તુલસી પ્રજાપતિની અન્ય એક કથિત એન્કાઉન્ટરમાં હત્યા કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે તપાસ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનને (CBI ) સોંપી હતી અને કેસની ટ્રાયલ મુંબઈની કોર્ટમાં ખસેડવામાં આવી હતીબુધવારે, બોમ્બે હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ ચંદ્રશેખર અને ન્યાયાધીશ ગૌતમ અંકડની બેન્ચે શેખના ભાઈઓ દ્વારા દાખલ કરાયેલી અપીલ પર સુનાવણી કરી હતી.
સીબીઆઇ વતી એડિશનલ સોલિસિટર જનરલ અનિલ સિંહે બેન્ચને જણાવ્યું કે સીબીઆઇ ખાસ કોર્ટના ચુકાદા સામે કોઈ અપીલ દાખલ કરશે નહીં. અમે (CBI ) નિર્દોષ છોડવાના ચુકાદાનો સ્વીકાર કર્યો છે.અપીલકર્તાઓએ દાવો કર્યો હતો કે ટ્રાયલ ખામીયુક્ત હતી. તેમણે આરોપ લગાવ્યો હતો કે કેટલાક સાક્ષીઓએ દાવો કર્યો હતો કે ટ્રાયલ કોર્ટ દ્વારા તેમની જુબાનીઓ સચોટ રીતે રેકોર્ડ કરવામાં આવી નથી.
અપીલમાં ખાસ કોર્ટ દ્વારા આપવામાં આવેલા ચુકાદાને રદ કરવા અને કેસની ફરીથી સુનાવણી કરવાની માંગ કરવામાં આવી હતી.બેન્ચે ભાઈઓને એવા સાક્ષીઓનો ચાર્ટ રજૂ કરવાનો નિર્દેશ આપ્યો કે જેમના નિવેદનો તેમના દાવા મુજબ સચોટ રીતે નોંધવામાં આવ્યા ન હતા અને આ મામલાની સુનાવણી 15 ઓક્ટોબરના રોજ મુલતવી રાખી હતી. 22 આરોપીઓને નિર્દોષ જાહેર કરતી વખતે ખાસ કોર્ટે અપૂરતા પુરાવા અને ફરિયાદ પક્ષ દ્વારા વાજબી શંકા સિવાય કેસ સાબિત કરવામાં નિષ્ફળતાનો ઉલ્લેખ કર્યો. આ કેસમાંકુલ 37 આરોપીઓ હતા, જેમાંથી 16ને 2014માં કોર્ટે મુક્ત કર્યા હતા.