સાવધાન, બાળકોમાં વધી રહ્યા છે મોટાપાના કેસ જાણો તેના કારણો અને ઉપાય
વધતી જતી સ્થૂળતા વયસ્કોથી લઈને બાળકો માટે સમસ્યા બની રહી છે. સ્થૂળતા એક એવી સમસ્યા છે, જે ન માત્ર અનેક રોગોને આમંત્રણ આપે છે, પરંતુ બાળકોના મનોવિજ્ઞાન પર પણ તેની ખરાબ અસર પડે છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો બાળકોના સ્વાસ્થ્ય કે મેદસ્વિતાનું સમયસર ધ્યાન રાખવામાં ના આવે તો તેની અસર તેમના મનોવિજ્ઞાન પર પણ પડે છે. છેલ્લાં 1 વર્ષમાં બાળકોમાં મેદસ્વિતાના કેસ ઘણા વધ્યા છે. મેદસ્વિતાના બે કારણ છે ફેમેલી હિસ્ટ્રી અને બીજી ખાણીપીણી. પ્રથમ આનુવંશિક એટલે ફેમિલી હિસ્ટ્રીથી મળતી મેદસ્વિતા અને બીજુ બહારના કારણોથી વધતી મેદસ્વિતા. બાળકોની ફિઝીકલ એકટીવીટી ઓછી થઈ જવાથી અને આખો દીવસ ટીવી અને મોબાઈલ સામે રહેવાથી તેઓ મેદસ્વી બની રહ્યા છે. વધારે પડતો સ્ક્રીન ટાઈમ, સ્લીપ પેટર્નમાં ફેરફાર અને હાઈ કોલેસ્ટેરોલવાળા જંકફૂડ આ સમસ્યાનું કારણ છે.
મોટાઓ સાથે નાના ભૂલકાંઓ પણ હવે મેદસ્વી બની રહ્યા છે. પહેલાં આ સમસ્યા અમેરિકા જેવા હાઈ ઈન્કમ દેશોમાં હતી હવે તે મિડલ અને લો ઈન્ક્મ ધરાવતા દેશોમાં પહોંચી ગઈ છે. પીડિયાટ્રિક ઓબેસિટી જર્નલમાં બાળકોની મેદસ્વિતા પર એક રિસર્ચ થયું છે. રિસર્ચમાં સામેલ બાળકોમાં ફેટની માત્રા વધારે જોવા મળી. સાથે જ હૃદયની નસો પણ સંકોચાયેલી હતી. તેને કારણે આ બાળકોમાં લોહીનું પરિભ્રમણ અનિયમત હતું.બાળકોમાં વધુ વજન ની સમસ્યા ખુબજ સામાન્ય બનતી જાય છે. નાની ઉંમર માં વધુ પડતું વજન વિવિધ અસાધ્ય રોગો ને નોતરે છે. બાળકો માં ઉમેરાતી ખોટી કેલરી અને નિયમિત કસરત નો અભાવ આ મેદસ્વિતા માટે જવાબદાર છે.
રિસર્ચના જણાવ્યા પ્રમાણે, મેદસ્વિતાનું સૌથી મોટું કારણ ખાણીપીણી છે. ઘરના ખોરાક સિવાય માર્કેટના ફૂડમાંથી મળતી કેલરીને બાળકો બર્ન નથી કરી શકતા. પરિણામે, બાળકનું વજન વધે છે. દેશના બાળકોમાં મેદસ્વિતાના કેસ વધી રહ્યા છે. ભારતમાં લગભગ 1.4 કરોડ બાળકો મેદસ્વિતા પીડિત છે.આજ કાલ ના બાળકો માં નિયમિત કસરત નો અભાવ જોવા મળે છે. બાળકો મોટે ભાગે ઘર માં જ ટીવી, લેપટોપ, મોબાઈલ પર રમતો રમવામાં વ્યસ્ત રહે છે. અને બહાર રમવાનું પણ ટાળે છે.ઘર માં બનતી વાનગીઓ માં પણ વધુ પડતું ચીઝ, બટર, તેલ , મેદો તથા સફેદ ખાંડ નું પ્રમાણ પણ મેદસ્વિતા વધારે છે. ચોકલેટ, આઈસ્ક્રીમ, બહાર ની મિઠાઈ ઓ, પેકેટ ફૂડ, પ્રોસેસ ફૂડ, બહાર મળતા ઠંડા પીણા, વગેરે નું નિયમિત સેવન કરવાથી શરીર માં મેદ જમા થાય છે.બાળકો નું વધારે પડતા બહાર મળતા ખોરાક નું સેવન .બાળકો વિવિધ ફમદયિશિંતય થી આકર્ષાઈ બહાર નો ખોરાક લેવા માટે પ્રેરાય છે. અને આ ખોરાક શરીર માં ખોટી કેલરી અને મેદ નું પ્રમાણ વધારે છે. ઘણી વખત માતા પિતા પણ પોતાના કામો માં સતત વ્યસ્ત હોવાથી , યિફમુ જ્ઞિં યફિં ફૂડ બાળકો ને આપે છે. જે ખોટી કેલરી શરીર માં ઉમેરે છે.માતા પિતા કે કુટુંબ ની અન્ય વ્યક્તિ માં જો મેદસ્વિતા હોય તો બાળક માં પણ જાડાપણુ થવાની શક્યતાઓ વધી જાય છે. ઘણી વખત બાળકો માં જોવા મળતી માનસિક તાણ, પણ ભૂખ કરતા વધુ ખોરાક લેવા માટે જવાબદાર હોય છે.
બાળકો માં જોવા મળતી મેદસ્વિતા ના માઠા પરિણામો:
નાનપણ માં જ જોવા મળતી મેદસ્વિતા શરીર માં સમય જતા ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર, અસ્થમા, શ્વાસોશ્વાસ માં તકલીફ, ઊંઘ માં અનિયમિતતા, યકૃત પર સોજો, પાચનતંત્ર ની તકલીફો , હાઈ કોલેસ્ટેરોલ તથા સાંધા માં દુખાવો વગેરે જેવી બીમારી ઓ ને નોતરે છે. ઘણી વખત બાળકો ને આ જાડાપણું તેમના માનસિક સ્તર ઉપર પણ અસર કરતું હોય છે. આવા બાળકો લઘુતાગ્રંથિથી પણ પીડાતા હોય છે. તેમના સ્વભાવ તથા યાદશક્તિ ઉપર પણ માઠી અસરો જોવા મેદસ્વિતા એટલે શરીરનું વજન જરૂૂરિયાત કરતા વધારે હોવું. શરીરની રચના જોઈને તેની તપાસ કરવામાં નથી આવતી. મેદસ્વિતા કેટલી છે તે ત્રણ પ્રકારે તપાસવામાં આવે છે. પ્રથમ, શરીરનું ફેટ, મસલ્સ, હાડકાં, અને બોડીમાં રહેલા પાણીનું વજન તપાસવામાં આવે છે. બીજું છે બોડી માસ ઈન્ડેક્સ. ત્રીજી તપાસમાં હિપ અને કમરની સાઈઝ જોવામાં આવે છે. આ તપાસ દર્શાવે છે કે ખરેખર તમે મેદસ્વી છો કે નહીં.
મેદસ્વીતાને કંટ્રોલ કરવાના ઉપાયો
બાળકોને નાસ્તામાં ફણગાવેલા કઠોળ, એટલે કે મગ, ચણા અથવા ફળ આપી શકો છો. આવું કરવાથી તેમાં રહેલા પોષક તત્ત્વોની માત્રા વધી જાય છે. મોસમી લીલા શાકભાજીને તેમની ડાયટમાં સામેલ કરો. વધારે ફેટવાળું દૂધ, બટર તથા પનીરથી દૂર રાખો. ફાસ્ટ ફૂડ, જંક ફૂડ, કચોરી, સમોસા, પિત્ઝા, અને બર્ગરથી બને એટલું તેમને દૂર રાખવા.
બાળકો ની મનપસંદ એવી બહાર મળતી વાનગીઓ ઓ નું ઘરે જ હેલ્ધી વાનગીઓ માં રૂૂપાંતર કરવું જેમ કે મેદા ની જગ્યા એ ઘઉં માંથી વાનગીઓ બનાવવી. સફેદ ખાંડ ના સ્થાને મધ નો ઉપયોગ, ચીઝ ની જગ્યા એ પનીર નો ઉપયોગ વગેરે .નિયમિત કસરત નું મહત્વ સમજાવી તે માટે તેમને પ્રેરિત કરવા.
ભોજન ની વચ્ચે ના સમય માં ઘરે બનાવેલો અને હેલ્ધી નાસ્તો આપવો. ઋતુ અનુસાર ના ફળો, શાકભાજી, દહી, ડ્રાય ફ્રૂટ, સુપ, જ્યુસ વગેરે નો બાળકો ના દૈનિક આહાર માં સમાવેશ કરવો.
બાળક નો સ્ક્રીન ટાઈમ ઘટાડવો.
બાળકો માં જોવા મળતી આ મેદસ્વિતા ની સમસ્યા ને આપણે સૌ એ સાથે મળી ને દૂર કરવાની રહેશે. બાળક કેવો ખોરાક લે છે, કેટલો ખોરાક લે છે, કેટલો સમય કસરત કરે છે, વધુ કેલરી કે જરૂૂર કરતા ઓછી કેલરી વાળો ખોરાક તેના માટે કેટલો નુકશાન કારક છે આ બધા જ માટે માતા પિતા એ જાગૃત રહેવું અત્યંત આવશ્યક છે.