રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

અનામતનો લાભ લેનાર જાતિઓ બહાર નીકળે: સુપ્રીમ

11:21 AM Feb 07, 2024 IST | Bhumika
Advertisement

અનામતનો લાભ એવા લોકોને જ મળવો જોઇએ જેઓ હજુ પણ પછાતમાં પછાત છે: સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચની મહત્ત્વની ટિપ્પણી

Advertisement

મંગળવારે સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને મહત્વની સુનાવણી થઈ હતી. કોર્ટે કહ્યું કે જે પછાત જાતિઓને અનામતનો લાભ મળ્યો છે હવે તેમણે તેમાંથી બહાર આવવું જોઈએ. તેમનાં બહાર નીકળવાથી જરૂૂરિયાતના લોકો માટે માર્ગ ખુલશે.

સુપ્રીમ કોર્ટમાં અનામતને લઈને 7 જજોની બંધારણીય બેંચ સુનાવણી કરી રહી છે. બેન્ચ સમીક્ષા કરી રહી છે કે શું રાજ્ય સરકારોને શૈક્ષણિક સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીઓમાં અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિમાં પેટા-વર્ગીકરણ કરવાનો અધિકાર છે.

સુપ્રીમ કોર્ટે 2004માં ચુકાદો આપ્યો હતો કે રાજ્યોને અનામત આપવા માટે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિને વધુ પેટા વર્ગીકરણ કરવાનો અધિકાર નથી. આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટની બંધારણીય બેંચ આ નિર્ણયની કાયદેસરતાની સમીક્ષા કરી રહી છે. ઈઉંઈં ઉઢ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેંચમાં જસ્ટિસ બીઆર ગવઈ, વિક્રમ નાથ, બેલા એમ ત્રિવેદી, પંકજ મિથલ, મનોજ મિશ્રા અને સતીશ ચંદ્ર શર્માનો સમાવેશ થાય છે.

આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે કેટલીક પેટા જાતિઓએ એક વિશેષ વર્ગમાં ઘણું સારું પ્રદર્શન કર્યું છે. જો તે કેટેગરીમાં આગળ હોય તો એમને અનામતમાંથી બહાર આવીને જનરલ કેટેગરીમાં આવી જવું જોઈએ. અનામતનો લાભ એવા લોકોને જ મળવો જોઈએ જેઓ હજુ પણ પછાતમાં પછાત છે. કોર્ટે કહ્યું કે એક વખત તેમને અનામતનો લાભ મળી જાય તો તેમણે તેમાંથી બહાર આવવું જોઈએ.

Tags :
indiaindia newsreservationSupreme Court
Advertisement
Next Article
Advertisement