For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર: ગડકરી

05:51 PM Jan 08, 2025 IST | Bhumika
માર્ગ અકસ્માત પીડિતોને દોઢ લાખની કેશલેસ સારવાર  ગડકરી

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ માર્ગ સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. આમાં પાઇલોટ્સ માટેના નિયમોની જેમ કોમર્શિયલ ડ્રાઇવરો માટે કામના કલાકોને નિયંત્રિત કરવા માટે નીતિઓ બનાવવાનો સમાવેશ થાય છે.

Advertisement

કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જાહેરાત કરી છે કે ભારત સરકાર માર્ચ સુધીમાં માર્ગ અકસ્માત પીડિતો માટે કેશલેસ સારવાર પૂરી પાડવા માટેની યોજના શરૂૂ કરશે, જે રાષ્ટ્રીય સ્તરે લાગુ કરવામાં આવશે. આ પહેલ હેઠળ, પીડિતો અકસ્માત પછી સાત દિવસ સુધી રૂૂ. 1.5 લાખ સુધીની તબીબી સારવાર માટે પાત્ર બનશે. આ યોજના તમામ પ્રકારના રસ્તાઓ પર વાહનોને કારણે થતા અકસ્માતોને આવરી લેશે.

નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) પોલીસ, હોસ્પિટલો અને રાજ્યની આરોગ્ય એજન્સીઓ સાથે મળીને કાર્યક્રમના અમલીકરણની દેખરેખ રાખશે. તે એક ઈંઝ પ્લેટફોર્મ દ્વારા કામ કરશે, જે NHAની ટ્રાન્ઝેક્શન મેનેજમેન્ટ સિસ્ટમ સાથે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયની ઈ-ડિટેલ એક્સિડન્ટ રિપોર્ટ (યઉઅછ) એપ્લિકેશનને એકીકૃત કરશે. આ પહેલ 14 માર્ચ, 2024ના રોજ ચંડીગઢમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂૂ થઈ હતી અને બાદમાં 6 અન્ય રાજ્યોમાં તેનો વિસ્તાર કરવામાં આવ્યો હતો. તેનું લક્ષ્ય અકસ્માત પછી સમયસર તબીબી સંભાળ સુનિશ્ચિત કરવાનું છે.

Advertisement

પત્રકારોને સંબોધતા ગડકરીએ માર્ગ સુરક્ષાના પડકારોને ઉકેલવા માટે ચાલી રહેલા પ્રયાસો વિશે વાત કરી હતી. આમાં પાઇલોટ્સ માટેના નિયમોની જેમ કોમર્શિયલ ડ્રાઇવરો માટે કામના કલાકોને નિયંત્રિત કરવા માટે નીતિઓ બનાવવાનો સમાવેશ થાય છે.

નીતિન ગડકરીએ દેશમાં 22 લાખ ડ્રાઈવરોની અછત વિશે પણ વાત કરી. બે દિવસીય વર્કશોપમાં, રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મંત્રાલયે મહત્વપૂર્ણ સુધારાઓ અંગે ચર્ચા કરી. નીતિન ગડકરીએ સમગ્ર ભારતમાં ડ્રાઈવર ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (DTIs) શરૂૂ કરવાની યોજનાની પણ જાહેરાત કરી હતી. તેમણે નવા નિયમો દ્વારા ઈ-રિક્ષા સલામતી સુધારવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વર્કશોપ દરમિયાન ચર્ચા કરાયેલા અન્ય પગલાંઓમાં ટ્રક માટે સ્માર્ટ ડ્રાઈવર એસેસમેન્ટ સિસ્ટમ, વાહનો પર રેટ્રો-રિફ્લેક્ટિવ ટેપ, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે વ્હીકલ લોકેશન ટ્રેકિંગ ડિવાઈસનો સમાવેશ થાય છે.માર્ચ 2025 સુધીમાં, તમામ ફેસલેસ સેવાઓ સમગ્ર દેશમાં સંપૂર્ણ રીતે લાગુ થવાની અપેક્ષા છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement