For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઇ રહી છે?

06:05 PM Jul 17, 2024 IST | admin
કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઇ રહી છે

સોશિયલ મીડિયામાં ‘રીપ કાર્ટૂન નેટવર્ક’ હેશટેગ ટ્રેન્ડ

Advertisement

કાર્ટૂન નેટવર્ક ચેનલ બંધ થઈ રહી હોવાના સમાચાર જોરશોરથી ચાલી રહ્યા છે. મોટા ભાગની દરેક વ્યક્તિના બાળપણમાં આ ચેનલે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. કાર્ટૂન નેટવર્ક સ્ટુડિયો ખૂબ મોટો છે અને એના ઍનિમેશન કાર્ટૂને ઘણું મનોરંજન પૂરું પાડ્યું છે. જોકે વર્ષોથી ચાલી આવતી ચેનલ હવે બંધ થવાની છે એવા સમાચાર સોશ્યલ મીડિયામાં ચાલી રહ્યા છે. પછઈંઙ ઈફિજ્ઞિંજ્ઞક્ષ ગયિૂંજ્ઞસિથ હેશટેગ ખૂબ જ ટ્રેન્ડ પણ કરી રહ્યો છે. કોવિડ દરમ્યાન આ ઇન્ડસ્ટ્રીએ ખૂબ કમાણી કરી હતી. જોકે હવે આ સમયે ઍનિમેશન ઇન્ડસ્ટ્રીને ખૂબ માર પડી રહ્યો હોવાની ચર્ચા છે. ઘણા કર્મચારીઓને અત્યાર સુધી છૂટા કરી દીધા હોવાની ચર્ચા છે અને હવે ચેનલ બંધ થતાં દરેક કર્મચારીઓ છૂટા થઈ જશે. કાર્ટૂન નેટવર્ક બાદ અન્ય ઍનિમેશન સ્ટુડિયો પણ બંધ થવાને આરે હોવાના સમાચાર છે. જો આવું થયું તો ઘણા લોકો બેરોજગાર થઈ જશે. આ વિશે કાર્ટૂન નેટવર્ક ચેનલ દ્વારા કોઈ કમેન્ટ કરવામાં નથી આવી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement