For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ: ભાજપ-કોંગ્રેસની આજે બેઠક

11:33 AM Mar 11, 2024 IST | Bhumika
ઉમેદવારોની પસંદગીની કવાયત તેજ  ભાજપ કોંગ્રેસની આજે બેઠક
  • ઝારખંડમાં સામ્યવાદી પક્ષે એકલા હાથે ચૂંટણી લડવા જાહેરાત કરતાં કોંગ્રેસને ફટકો

આગામી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો વચ્ચે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. પ્રથમ યાદી જાહેર કર્યા બાદ ભાજપે હવે બીજી યાદીની તૈયારીઓ શરૂૂ કરી દીધી છે અને એવી અપેક્ષા રાખવામાં આવે છે કે પાર્ટી ટૂંક સમયમાં તેની બીજી યાદી જાહેર કરી શકે છે. હવે માહિતી આવી રહી છે કે આજે સાંજે ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક મળશે, જેમાં ગુજરાત, મહારાષ્ટ્ર અને તેલંગાણાની બાકીની લોકસભા બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવામાં આવશે. બીજી બાજુ, કોંગ્રેસની ચુંટણી સમિતિની બેઠક પણ આજે મળી રહી છે. જેમાં રાજસ્થાન, દિલ્હી, ગુજરાત સહીતના ઉમેદવારો પર ચર્ચા થઇ શકે છે. જો કે ઝારખંડનાં ભારતીય સામ્યવાદી પક્ષે એકલા હાથે ચુંટણી લડવા જાહેરાત કરતાં કોંગ્રેસ ગઠબંધનને ફટકો પડયો છે. પક્ષે રાજયની 14 પૈકી 8 બેઠકો લડવા જાહેરાત કરી છે.
વાસ્તવમાં, ગુજરાત-મહારાષ્ટ્ર અને તેલંગાણા વચ્ચે લોકસભાની બેઠકો માટેના ઉમેદવારોના નામ પર ચર્ચા કરવા માટે ભાજપ કોર ગ્રૂપ છેલ્લા ત્રણ દિવસથી બેઠક કરી રહ્યું છે. શનિવારે મોડી રાત્રે જેપી નડ્ડા અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે દિલ્હીમાં બીજેપી હેડક્વાર્ટરમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગુજરાત ભાજપ યુનિટના વડા સી.આર. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવની સાથે તેલંગાણાના બીજેપી નેતાઓ પણ સામેલ હતા.

Advertisement

દક્ષિણમાં પોતાને મજબૂત કરવા માટે, ભાજપે આંધ્ર પ્રદેશમાં ચંદ્રબાબુ નાયડુની પાર્ટી ટીડીપી અને જનસેના સાથે ગઠબંધન કરીને સીટ વહેંચણી પર સોદો કર્યો. કહેવામાં આવી રહ્યું છે કે ભાજપ આંધ્રમાં 8 લોકસભા સીટો પર ચૂંટણી લડી શકે છે. ટીડીપી બાકીની બેઠકો પર ચૂંટણી લડશે.

અગાઉ 2 માર્ચે, ભાજપે આગામી લોકસભા ચૂંટણી માટે 16 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોની 195 બેઠકો માટે તેના ઉમેદવારોના નામ જાહેર કર્યા હતા. ભાજપની પ્રથમ યાદીમાં પીએમ નરેન્દ્ર મોદી સહિત 34 મંત્રીઓના નામ સામેલ છે.

Advertisement

ભાજપની પ્રથમ યાદીમાં ઉત્તર પ્રદેશના 51, પશ્ચિમ બંગાળના 20, મધ્યપ્રદેશના 24, ગુજરાતના 15, રાજસ્થાનના 15, કેરળના 12, તેલંગાણાના 9, આસામના 11, ઝારખંડના 11, છત્તીસગઢના 11, દિલ્હીના 11 ઉમેદવારોનો સમાવેશ થાય છે. , જમ્મુ-કાશ્મીરની 5, ઉત્તરાખંડની 3, અરુણાચલની 2, ગોવાની 1, ત્રિપુરાની 1, આંદામાનની 1, દમણ અને દીવની 1 બેઠક માટે ઉમેદવારોના નામ સામેલ છે. ભાજપની પ્રથમ યાદીમાં 28 મહિલાઓ, 27 જઝ, 18 જઝ, 57 ઘઇઈ અને 47 યુવા નેતાઓનો સમાવેશ થાય છે, જેમને લોકસભા ચૂંટણી માટે ટિકિટ મળી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement