For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી; મુંબઈ અને ઇન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ

04:51 PM Sep 03, 2024 IST | Bhumika
કેબિનેટે 309 કિલોમીટર લાંબી નવી લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી  મુંબઈ અને ઇન્દોર વચ્ચે સૌથી ટૂંકું રેલવે જોડાણ
Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આર્થિક બાબતો પરની કેબિનેટ સમિતિ (સીસીઇએ)એ રેલવે મંત્રાલય હેઠળ નવા રેલવે લાઇન પ્રોજેક્ટને મંજૂરી આપી દીધી છે, જેનો કુલ ખર્ચ રૂૂ. 18,036 કરોડ (અંદાજે) છે. ઇન્દોર અને મનમાડ વચ્ચે પ્રસ્તાવિત નવી લાઇન સીધી કનેક્ટિવિટી પ્રદાન કરશે અને મોબિલિટીમાં સુધારો કરશે, જે ભારતીય રેલવેને વધારે કાર્યદક્ષતા અને સેવાની વિશ્વસનીયતા પ્રદાન કરશે.

આ પરિયોજના અંતર્ગત 2 રાજ્યોના 6 જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશ ભારતીય રેલવેનાં વર્તમાન નેટવર્કમાં આશરે 309 કિલોમીટરનો વધારો થશે.આ પ્રોજેક્ટ સાથે 30 નવા સ્ટેશનોનું નિર્માણ કરવામાં આવશે, જે મહત્વાકાંક્ષી જિલ્લા બરવાનીને કનેક્ટિવિટીમાં વધારો કરશે. નવી લાઇન પ્રોજેક્ટ અંદાજે 1,000 ગામડાઓ અને આશરે 30 લાખની વસતિને કનેક્ટિવિટી પ્રદાન કરશે.આ પરિયોજના મધ્ય ભારત સાથે દેશના પશ્ચિમ/દક્ષિણ-પશ્ચિમ ભાગ વચ્ચે ટૂંકો માર્ગ પ્રદાન કરીને પ્રદેશમાં પર્યટનને પ્રોત્સાહન આપશે. એનાથી શ્રી મહાકાલેશ્વર જ્યોતિર્લિંગ મંદિર સહિત ઉજ્જૈન-ઇન્દોર ક્ષેત્રનાં વિવિધ પ્રવાસન/ધાર્મિક સ્થળોમાં પ્રવાસીઓની સંખ્યામાં વધારો થશે.

Advertisement

કૃષિ ઉત્પાદનો, ખાતર, ક્ધટેનર, લોખંડની કાચી ધાતુ, સ્ટીલ, સિમેન્ટ, પીઓએલ વગેરે જેવી ચીજવસ્તુઓના પરિવહન માટે આ એક આવશ્યક માર્ગ છે. ક્ષમતા વધારવાની કામગીરીને પરિણામે આશરે 26 એમટીપીએ (મિલિયન ટન પ્રતિ વર્ષ) ની તીવ્રતાની વધારાની નૂર હેરફેર થશે. રેલવે પર્યાવરણને અનુકૂળ અને પરિવહનનું ઊર્જાદક્ષ માધ્યમ છે, જે આબોહવાનાં લક્ષ્યાંકો હાંસલ કરવામાં અને દેશનાં લોજિસ્ટિક્સ ખર્ચને લઘુતમ કરવામાં, ઓઇલની આયાત (18 કરોડ લિટર) ઘટાડવામાં અને કાર્બન ડાયોકસાઇડનું ઉત્સર્જન ઓછું કરવા (138 કરોડ કિ.ગ્રા.) એમ બંનેમાં મદદ કરશે, જે 5.5 કરોડ વૃક્ષોનાં વાવેતરને સમકક્ષ છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement