For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોહનને સીએમ બનાવી ભાજપે એક કાંકરે અનેક નિશાન સાધ્યા

05:26 PM Dec 12, 2023 IST | Bhumika
મોહનને સીએમ બનાવી ભાજપે એક કાંકરે અનેક નિશાન સાધ્યા

લોકસભાની ચૂંટણીમાં મહત્વના ગણાતા હિંદી પટ્ટાના રાજ્યોમાં મધ્યપ્રદેશના નવા સુકાની અખિલેશ, તેજસ્વી સામે પડકાર બની યાદવોને ખેંચવા ભુમિકા ભજવશે

Advertisement

મધ્યપ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના પરિણામોના આઠ દિવસ બાદ ભાજપે મુખ્યમંત્રીના નામની જાહેરાત કરી છે. સોમવારે ભોપાલમાં પાર્ટી હેડક્વાર્ટરમાં આયોજિત બીજેપી વિધાયક દળની બેઠકમાં મોહન યાદવને મુખ્યમંત્રી જાહેર કરવામાં આવ્યા હતા. તે આવતીકાલે શપથ લેશે.

એવું માનવામાં આવે છે કે કેન્દ્રીય નેતૃત્વએ એમપી તેમજ બિહાર અને યુપીના યાદવ મતદારોને રીઝવવા માટે ઘઇઈ વર્ગમાંથી આવતા મોહન યાદવને રાજ્યની કમાન સોંપવાનો નિર્ણય લીધો છે.
વાસ્તવમાં ભાજપના કેન્દ્રીય નેતૃત્વનું સમગ્ર ધ્યાન આગામી વર્ષે 2024માં યોજાનારી લોકસભા ચૂંટણી પર છે. ઉત્તર ભારતના ઘણા રાજ્યોમાં મતદાર જાતિ મહત્વની ભૂમિકા ભજવે છે. ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ લોકસભા ચૂંટણીમાં પણ મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં મળેલી ભવ્ય જીતનું પુનરાવર્તન કરવા માંગે છે. તેથી, પાર્ટીએ પહેલા છત્તીસગઢના સીએમના નામ પર આશ્ચર્યચકિત કર્યું અને પછી યાદવ સમુદાયમાંથી આવતા મોહન યાદવને મધ્યપ્રદેશની કમાન સોંપવાનો નિર્ણય કર્યો. વળી, તેમની સાસરૂ યુપીમાં હોવાથી તે ત્યાંના મતદારોને રિઝવી શકશે.

Advertisement

મોહન યાદવને મધ્યપ્રદેશના મુખ્યમંત્રી બનાવીને ભાજપે એક સાથે અનેક નિશાન સાધ્યા છે. એમપીને અડીને આવેલા યુપી અને બિહારમાં યાદવ મતદારો ખૂબ મહત્વની ભૂમિકા ભજવે છે. અખિલેશ યાદવની એસપી યુપીમાં મુખ્ય વિપક્ષી પાર્ટી છે, જ્યારે લાલુ યાદવની પાર્ટી બિહારમાં સત્તા પર છે. મોહન યાદવને સીએમ બનાવીને ભાજપે ઉત્તર પ્રદેશ અને બિહારમાં યાદવનું વર્ચસ્વ પણ મજબૂત કર્યું છે. અહીંયા યાદવ સમાજના લોકો મોટી સંખ્યામાં રહે છે. કહેવાય છે કે કેન્દ્રમાં સત્તાનો માર્ગ યુપી અને બિહારમાંથી પસાર થાય છે. ઉત્તર પ્રદેશમાં લોકસભાની 80 અને બિહારમાં 40 બેઠકો છે. યુપીમાં લોકસભાની 80 બેઠકો હોવાથી, રાજ્ય કેન્દ્ર સરકાર બનાવવામાં મોટી ભૂમિકા ભજવે છે. અહીં ઓબીસી કેટેગરીની વસ્તી 54 ટકા છે. જેમાં 20 ટકા યાદવ સમુદાયના છે. તે જ સમયે, બિહારમાં 14 ટકા લોકો યાદવ સમુદાયના છે. અહીં ઓબીસીની વસ્તી 63 ટકા છે.યુપીમાં અખિલેશ યાદવની પાર્ટીના યાદવ સમુદાય સાથે જોડાણ છે, જ્યારે બિહારમાં લાલુ પ્રસાદ યાદવની પાર્ટી આરજેડી સરકાર બનાવી રહી છે.

સોમવારે જ્યારે એમપીમાં બીજેપી વિધાયક દળની બેઠક શરૂૂ થઈ ત્યારે ઘણા નામોને લઈને ચર્ચા જોરશોરથી ચાલી રહી હતી. જો કે, શિવરાજ સિંહ ચૌહાણે ધારાસભ્ય દળના નેતા માટે મોહન યાદવનું નામ આપ્યું, જેઓ ઓબીસી વર્ગમાંથી આવે છે. ત્યાં હાજર પાર્ટીના નેતાઓએ આ પ્રસ્તાવને ટેકો આપ્યો હતો. કેન્દ્રીય નેતૃત્વના નિર્ણયથી ત્યાં હાજર દરેક લોકો ચોંકી ગયા હતા. જોકે, મોહન યાદવના નામના પ્રસ્તાવને બધાએ ટેકો આપ્યો હતો. આ પહેલા ઉમા ભારતી, બાબુલાલ ગૌર, શિવરાજ સિંહ ચૌહાણ પણ એમપીમાં ઓબીસી કેટેગરીના મુખ્યમંત્રી હતા, પરંતુ તે બધા અલગ-અલગ સમુદાયના હતા.

Advertisement
Tags :
Advertisement
Advertisement