For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

જ્ઞાનવાપી હિંદુઓને સોંપી મુસ્લિમો અન્ય ધર્મસ્થાનોનોે સંઘર્ષ ટાળે

12:48 PM Feb 27, 2024 IST | Bhumika
જ્ઞાનવાપી હિંદુઓને સોંપી મુસ્લિમો અન્ય ધર્મસ્થાનોનોે સંઘર્ષ ટાળે

વારાણસીના જ્ઞાનવાપી મસ્જિદના વ્યાસ તહખાના એટલે કે વ્યાસ ભોંયરાંમાં હિન્દુઓ દ્વારા કરાતી પૂજા બંધ કરાવવા માટે મુસ્લિમ પક્ષકારોએ કરેલી અરજી અલાહાબાદ હાઈ કોર્ટે ફગાવી દેતાં મુસ્લિમ પક્ષકારોને વધુ એક ફટકો પડ્યો છે. વારાણસી ડિસ્ટ્રિક્ટ કોર્ટે હિન્દુઓને વ્યાસ ભોંયરામાં પૂજા કરવાનો અધિકાર આપ્યો પછી 31 જાન્યુઆરીની રાતથી ભોંયરામાં પૂજા શરૂૂ થઈ તેની સામે મુસ્લિમ પક્ષકાર એટલે કે અંજુમન ઈન્તેઝામિયા મસ્જિદ કમિટિ અલાહાબાદ હાઈ કોર્ટમાં ગઈ હતી. કમિટીએ વ્યાસ ભોંયરામાં પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગ કરીને. હાઈ કોર્ટમાં દલીલ કરી હતી કે, વ્યાસ ભોંયરું લાંબા સમયથી તેમના તાબા હેઠળ અને જ્ઞાનવાપી મસ્જિદનો જ એક ભાગ છે ત્યારે તેનાં પૂજાની મંજૂરી ના મળવી જોઈએ. કમિટીએ એવી દલીલ પણ કરી છે કે, જિલ્લા કોર્ટે મુસ્લિમ પક્ષકારોને હાઈ કોર્ટમાં જવાનો સમય આપ્યો ત્યાં સુધીમાં પૂજા નહોતી થવી જોઈતી પણ જિલ્લા કલેક્ટર તથા વહીવટીતંત્રે ઉતાવળમાં પૂજા શરૂૂ કરાવી દીધી કે જેથી પછીથી તેને કોઈ બંધ ના કરાવી શકે. આ કાયદાકીય પ્રક્રિયાનો ભંગ છે તેથી વ્યાસ ભોંયરામાં પૂજા તરત જ બંધ કરી દેવી જોઈએ. જસ્ટિસ રોહિત રંજન અગ્રવાલે હિન્દુ અને મુસ્લિમ પક્ષકારોની દલીલો સાંભળ્યા પછી વ્યાસ ભોંયરામાં પૂજા રોકવાની ના પાડી દીધી છે.

Advertisement

મતલબ કે, અત્યારે ચાલે છે એ રીતે વ્યાસ ભોંયરામાં પૂજા ચાલુ રહેશે. અલાહાબાદ હાઈક ોર્ટના આ ચુકાદા સામે મુસ્લિમ પક્ષકારો પાસે સુપ્રીમ કોર્ટમા જવાનો વિકલ્પ છે. મુસ્લિમ પક્ષકારોનું વલણ જોતાં એ લોકો સુપ્રીમ કોર્ટમાં જશે જ તેમાં બેમત નથી કેમ કે જિલ્લા કોર્ટના પૂજાની મંજૂરીના આદેશ સામે ઈંતેજામિયા કમિટી પહેલાં સુપ્રીમ કોર્ટમાં જ ગઈ હતી. કમિટીએ સુપ્રીમ કોર્ટમાં વિશેષ અરજી દાખલ કરીને પૂજા પર પ્રતિબંધ મૂકવાની માગ કરી હતી., સુપ્રીમ કોર્ટે તાત્કાલિક સુનાવણીનો ઇનકાર કરીને મુસ્લિમ પક્ષને પહેલાં હાઈ કોર્ટનો સંપર્ક કરવા સૂચન કર્યું એટલે સુપ્રીમ કોર્ટના આદેશના પગલે કમિટી અલાહાબાદ હાઈ કોર્ટમાં ગઈ હતી. હવે અલાહાબાદ હાઈ કોર્ટે ચુકાદો આપી દીધો છે તેથી કમિટી પાસે સુપ્રીમ કોર્ટમાં જવા સિવાય વિકલ્પ નથી. ઈંતેજામિયા કમિટીને સુપ્રીમ કોર્ટમાં જવાનો અધિકાર છે તેમાં કોઈ શંકા નથી. ભારતના કોઈ પણ નાગરિક, સંસ્થા કે બીજા કોઈને પણ નીચલી અદાલતનો ચુકાદો માન્ય ના હોય તો તેને ઉપલી અદાલતમાં પડકારવાનો અધિકાર છે. ઈંતેજામિયા કમિટીને પણ એ અધિકાર છે તેથી તેના સુપ્રીમ કોર્ટમાં જવા સામે વાંધો ના લઈ શકાય પણ ઈંતેજામિયા કમિટીના સભ્યોમાં થોડું પણ શાણપણ કે સમજ હોય તો તેમણે સુપ્રીમ કોર્ટમાં જવાનું ટાળવું જોઈએ. તેના બદલે હિંદુઓ સાથે વાતચીત કરીને કોઈ ઉકેલ લાવવો જોઈએ કેમ કે આ મુદ્દો એકલી જ્ઞાનવાપી મસ્જિદ કે એક ધાર્મિક સ્થાનનો નથી.

Advertisement
Advertisement
Tags :
Advertisement
Advertisement