For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે: સુપ્રીમ કોર્ટ

05:08 PM Mar 01, 2025 IST | Bhumika
બિઝનેસ લોન લેનારા બેંકો સામે ગ્રાહક પંચમાં ફરિયાદ ન કરી શકે  સુપ્રીમ કોર્ટ

Advertisement

સુપ્રીમ કોર્ટે શુક્રવારે એક મહત્ત્વના ચુકાદામાં જણાવ્યું હતું કે જે સંસ્થાઓએ નફો કમાવવા માટે બેન્ક પાસેથી બિઝનેસ લોન લીધી છે તેઓ ગ્રાહક સુરક્ષા અધિનિયમ, 1986 હેઠળ પગ્રાહકથ તરીકે બેન્ક સામે ગ્રાહક ફોરમનો સંપર્ક કરી શકે નહીં. સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયા વિરુદ્ધ એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડના વિવાદની સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે કહ્યું હતું કે બેન્ક પાસેથી બિઝનેસ લોન લેતી સંસ્થાઓને ઉપભોક્તા નહીં પરંતુ લાભાર્થી કહેવાશે, તેઓને ઉપભોક્તા કહી શકાય નહીં. તેથી આવી સંસ્થાઓ ક્ધઝ્યુમર પ્રોટેક્શન એક્ટ, 1986 હેઠળ ગ્રાહક ફોરમનો સંપર્ક કરી શકતી નથી.જસ્ટિસ સુધાંશુ ધુલિયા અને પ્રશાંત કુમાર મિશ્રાની બેન્ચે કહ્યું, અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે આ કેસમાં પ્રતિવાદી, એડ બ્યુરો એડવર્ટાઇઝિંગ પ્રાઇવેટ લિમિટેડને ગ્રાહક કહી શકાય નહીં કારણ કે તેણે બેન્ક પાસેથી પ્રોજેક્ટ લોન લઈને નફો મેળવ્યો છે. આ પ્રોજેક્ટ લોન દ્વારા કંપનીનો ઉદ્દેશ્ય ફિલ્મ પકોચાદઈયાંથના સફળ પોસ્ટ પ્રોડક્શન પર નફો કમાવવાનો હતો.વર્ષ 2014 માં, સેન્ટ્રલ બેન્ક ઓફ ઈન્ડિયાએ એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડને રૂૂ. 10 કરોડની પ્રોજેક્ટ લોન આપી હતી.

આ લોન પ્રખ્યાત અભિનેતા રજનીકાંત અભિનીત ફિલ્મ કોચાદઈયાંના પોસ્ટ-પ્રોડક્શન માટે હતી, જેની સામે મિલકત ગીરો રાખવામાં આવી હતી. બાદમાં કંપની સમયસર લોન ચૂકવી શકી ન હતી. જેના કારણે બેન્કે વર્ષ 2015માં કંપનીના લોન એકાઉન્ટને ગઙઅ જાહેર કર્યું હતું. ત્યારબાદ બેન્કે રિકવરી કાર્યવાહી શરૂૂ કરી અને અંતે કંપનીએ રૂૂ.56 કરોડની એકસાથે પતાવટ કરી. આ સમજૂતી કરી હોવા છતાં, બેન્કે ક્રેડિટ ઇન્ફોર્મેશન બ્યુરો ઓફ ઇન્ડિયા લિમિટેડ (ઈઈંઇઈંક) ને ડિફોલ્ટર તરીકે મેસર્સ એડ બ્યુરોને ખોટી રીતે જાણ કરી, જેનાથી કંપનીની પ્રતિષ્ઠાને અને નાણાકીય નુકસાન પણ થયું. આને કારણે કંપનીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા સાથે જાહેરાત ટેન્ડર ગુમાવવું પડ્યું કારણ કે કંપની ડિફોલ્ટર હોવાને કારણે બેન્ક ગેરંટી આપી શકતી ન હતી.

Advertisement

આનાથી નારાજ થઈને, એડ બ્યુરો એડવર્ટાઈઝિંગ પ્રાઈવેટ લિમિટેડે નેશનલ ક્ધઝ્યુમર ડિસ્પ્યુટ્સ રિડ્રેસલ કમિશન સમક્ષ ફરિયાદ દાખલ કરી, જેમાં બેન્ક દ્વારા સેવાની અછત અને અયોગ્ય વેપાર વ્યવહારનો આરોપ લગાવ્યો. 30 ઓગસ્ટ, 2023ના રોજ ગ્રાહક ફોરમે કંપનીની તરફેણમાં ચુકાદો આપ્યો, બેન્કને રૂૂ. 75 લાખનું વળતર ચૂકવવા, નો-ડ્યુઝ સર્ટિફિકેટ જારી કરવા અને ઈઈંઇઈંકને તેની રિપોર્ટિંગ સુધારવાનો નિર્દેશ આપ્યો. તેમજ બેન્કને મુકદ્દમાના ખર્ચ તરીકે 20,000 રૂૂપિયા ચૂકવવાનો પણ આદેશ આપવામાં આવ્યો હતો.બેન્કે આ નિર્ણય સામે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો અને દલીલ કરી હતી કે એડ બ્યુરો ગ્રાહક સુરક્ષા કાયદા હેઠળ ગ્રાહકની શ્રેણીમાં આવતું નથી, કારણ કે લોન વ્યાપારી હેતુ માટે લેવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આ દલીલ સ્વીકારી અને કહ્યું કે કંપની લાભાર્થી છે ઉપભોક્તા નથી. તેથી તેને ગ્રાહક ફોરમમાં જવાનો કોઈ અધિકાર નથી.

Advertisement
Tags :
Advertisement
Advertisement