For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી: પાંચનાં મોત

11:05 AM Sep 12, 2025 IST | Bhumika
યુપીમાં ટેન્કર સાથે ટકરાયા બાદ બસ પલટી  પાંચનાં મોત

લખનઉના કાકોરીમાં એક ભયાનક રોડ અકસ્માતની ઘટના બની છે. એક રોડવેઝ બસ નિયંત્રણ બહાર નીકળી ગઈ અને 50 ફૂટ ઊંડી ખાઈમાં પડી ગઈ. આ અકસ્માતમાં પાંચ લોકોના મોત થયા અને 10 થી વધુ લોકો ઘાયલ થયા. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે અકસ્માત પર દુ:ખ વ્યક્ત કર્યું અને અધિકારીઓને ઘટનાસ્થળે જઈને રાહત અને બચાવ કાર્ય ઝડપી બનાવવાનો નિર્દેશ આપ્યો. ગુરુવારે સાંજે કૈસરબાગ બસ સ્ટેન્ડથી લગભગ 54 મુસાફરોને લઈને એક બસ હરદોઈ જવા નીકળી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, બસ ખૂબ જ ઝડપે ચાલી રહી હતી. કાકોરીના ગોલાકુઆન નજીક બસ એક ટેન્કર સાથ ેઅથડાઈ હતી. આ કારણે, ડ્રાઈવરે બસ પરનો કાબુ ગુમાવ્યો હતો.

Advertisement

બસ પહેલા રસ્તાની બાજુમાં ઉભેલા લોકોને ટક્કર મારી અને પછી 20 ફૂટ ઊંડી ખાઈમાં પલટી ગઈ. અકસ્માત એટલો ભયાનક હતો કે આસપાસના વિસ્તારમાં અફડાતફડી મચી ગઈ હતી. ઘટનાની માહિતી મળતા જ કાકોરી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ અને રાહત અને બચાવ કાર્ય શરૂૂ કર્યું.

હરદોઈથી આવી રહેલી બસ ગુરુવારે સાંજે કૈસરબાગ બસ સ્ટેન્ડથી લખનઉ તરફ રવાના થઈ હતી. બસમાં લગભગ 54 મુસાફરો હતા. કાકોરીના ટિકૈતગંજ નજીક તે ટેન્કર સાથે અથડાઈ હતી. આ પછી, બસ રસ્તાની બાજુમાં 50 ફૂટ ઊંડા ખાડામાં પલટી ગઈ. આ અકસ્માતમાં બસમાં મુસાફરી કરી રહેલા લોકોને ગંભીર ઈજાઓ પહોંચી હતી. એવી શક્યતા હતી કે ઘણા લોકો બસની અંદર ફસાયા હશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement