For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

ઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી: સુરતની યુવતી સહીત 3ના મોત, 9 લાપતા

05:58 PM Jun 26, 2025 IST | Bhumika
ઉત્તરાખંડમાં બસ નદીમાં ખાબકી  સુરતની યુવતી સહીત 3ના મોત  9 લાપતા

અકસ્માતમાં અન્ય 8 ઘાયલ, લાપતા મુસાફરોમાં સુરતના જવેલર્સ પરિવારના અન્ય સભ્યોનો સમાવેશ

Advertisement

ઉત્તરાખંડના રુદ્રપ્રયાગમાં એક ટ્રાવેલ્સ અલકનંદા નદીમાં ખાબકી છે. આ અકસ્માત ઘોલથીરમાં બદ્રીનાથ હાઇવે પર થયો હતો. આ ટ્રાવેલ્સમાં રાજસ્થાન, મધ્યપ્રદેશ, ગુજરાત અને મહારાષ્ટ્રના 20 લોકો હતા, જેમાંથી 3ના મોત થયા છે. જેમાં એક ગુજરાતી સામેલ છે, જ્યારે 8 ઘાયલ થયા છે. તે જ સમયે, 9 લોકો હજુ પણ ગુમ છે. આ બસમાં સુરતના સિલિકોન પેલેસમાં રહેતા ઈશ્વર સોની, ભાવના સોની, ડ્રીમી સોની, ભવ્ય સોની અને ચેષ્ટા સોની પણ હતા. જેમાંથી ડ્રીમી સોનીનું મોત થઈ ગયું છે.સુરતના પર્વત પાટિયા ખાતે સિલિકોન પેલેસમાં રહેતા ઇશ્વરભાઇ સોની જે વિધાતા જ્વેલર્સ સાથે સંકળાયેલા છે. જ્વેલરી શોરૂૂમના તેઓ માલિક છે.

સુષ્મા જૈને જણાવ્યું કે ઈશ્વર સોની જે અમારા પડોશી છે અને તેઓ ધાર્મિક યાત્રાએ ગયા છે તેમના આખા પરિવારના પાંચ લોકો જે છે તે આ પ્રવાસમાં ગયા હતા સાથે સાથે અમને એવું જાણવા મળ્યું છે કે રાજસ્થાન ખાતેના તેમના પરિવારના લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે જોડાવાના છે. અત્યારે અમને જાણવા મળ્યું છે તે પ્રમાણે અહીંથી જે પાંચ લોકો ગયા છે. તે પૈકીના ત્રણ લોકો જીવે છે જેને અમે જોયા છે પરંતુ તેમની બે દીકરી હજી અમને દેખાઈ નથી તેમના અંગે કોઈ પણ પ્રકારની માહિતી અમને મળી નથી.

Advertisement

ચંદ્રપ્રકાશ જૈને જણાવ્યું કે રુદ્રપ્રયાગ ખાતે તેઓ પ્રવાસે ગયા હતા અમને જાણવા મળ્યું છે કે અલક નંદા નદીમાં તેમની બસ ખાબકી છે અત્યારે અમને સમાચાર મળ્યા છે, તે પ્રમાણે તેમના પરિવારના પાંચ લોકો પૈકી ઇશ્વરભાઇ અને તેમની વાઈફ અને તેના બાળક તો સલામત હોવાનું અત્યારે અમને જાણવા મળી રહ્યું છે. પરંતુ તેમની બે દીકરીને લઈને અમને અત્યારે કોઈ પણ પ્રકારના મેસેજ મળી રહ્યા નથી. અમે તેમને ફોન પર સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. પરંતુ સંપર્ક થઈ શક્યો નથી. તેમની એક દીકરી ડ્રીમીએ હાલ અત્યારે ધોરણ 12ની પરીક્ષા પણ પાસ કરી હતી.

આ અંગે વાત કરતા રેખા જૈને જણાવ્યું કે, રાજસ્થાનના ઉદયપુર જિલ્લાના ભદરાડા ગામ ખાતેના રહેવાસી છે. પેઢીઓથી તેઓ જ્વેલરી ઉદ્યોગ સાથે જોડાયેલા છે. અંદાજે તેમને તેમના મૂળ વતન છોડીને સુરત વિધાતા જ્વેલરી શોરૂૂમ શરૂૂ કર્યો હતો. અંદાજે તેઓ બારેક વર્ષથી સુરતમાં રહે છે. ઈશ્વર સોનીનું બાળપણ તેમના મૂળ ગામમાં જ પસાર થયું હતું. ત્યારબાદ તેઓ વેપાર ધંધો કરવા માટે સુરત આવ્યા છે. ઇશ્વરભાઇને બે દીકરીઓ અને એક દીકરો છે. ઈશ્વરભાઈની પત્ની ભાવનાબેનના પરિવાર સાથેના લોકો પણ આ પ્રવાસમાં તેમની સાથે ગયા હોવાનું જાણવા મળ્યું છે. ભાવનાબેનના ભાઈ ભાભી અને તેમની ભત્રીજી પણ આ પ્રવાસમાં તેમની સાથે ગઈ હોવાનું જાણવા મળ્યું છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement