કિંમતી ધાતુમાં તેજીનો માહોલ યથાવત, સોનુ 1,12,600 અને ચાંદી 1,27,600
નિફટી 25000ને પાર, સેન્સેકસમાં 540 અંકનો ઉછાળો
સોના ચાંદીમાં તેજીનો માહોલ યથાવત રહેતાં ફરી નવી રેકોર્ડ બ્રેક ઉંચાઈએ પહોંચી ગયા છે. ગઈકાલે સોનામાં પ્રતિ તોલા 1438 રૂપિયાના વધારાના બાદ આજે પણ સોનામાં વધુ 300 રૂપિયાનો વધારો નોંધાતા હાજર માર્કેટમાં 24 કેરેટ ફાઈન ગોલ્ડનો ભાવ 1,12,650 પહોંચી ગયો છે અને ચાંદીનો એક કિલ્લોનો ભાવ 1,27,630 પહોંચી ગયો છે. સેન્સેકસમાં આજે સવારના સેશનમાં 540 અંકનો ઉછાળો નોંધાતા 81634 સુધી ટ્રેડ થયો હતો અને નિફટીમાં પણ 0.65 ટકાના વધારાથી 25025 પર ટ્રેડ થઈ હતી.
આંતરરાષ્ટ્રીય માર્કેટમાં સોના અને ચાંદીમાં ભારે ખરીદદારી જોવા મળી રહી છે. સોનાનો પ્રતિ ઔંસનો ભાવ 3643 ડોલર પહોંચી ગયો છે. તેમજ ચાંદીનો ભાવ 40 ડોલરને પાર થઈ ગયો છે. સાથે જ રૂપિયો ડોલર સામે 88.15ના લેવલને ટ્રેડ થઈ રહ્યો હોવાથી ભારતીય માર્કેટમાં ભારે વધારો જોવા મળી રહ્યો છે.
આજે સિલ્વર ચોરસાનો ભાવ 1,25,465, સિલ્વર 999 પેટી 1,27,630, એમ.એમ.ટી.સી.ના 999.9 સિક્કાનો ભાવ 1,28,000 પહોંચી ગયો છે.