For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બુલડોઝર ચલાવવાની ધમકી એ કાયદા પર બુલડોઝર ચલાવવા જેવું: સુપ્રીમ

04:18 PM Sep 13, 2024 IST | admin
બુલડોઝર ચલાવવાની ધમકી એ કાયદા પર બુલડોઝર ચલાવવા જેવું  સુપ્રીમ

ખેડાના કઠલાલમાં આરોપીના ઘર ઉપર બુલડોઝર ફેરવવાની અધિકારીઓની ધમકી અંગે સુપ્રીમ કોર્ટની નારાજગી

Advertisement

કાયદાના શાસનવાળા આ દેશમાં કાયદો સર્વોચ્ચ છે, તોડફોડના પગલાં લેવાની ધમકીઓ અકલ્પનીય છે

સુપ્રીમ કોર્ટે ગુનેગારો અથવા તેમના પરિવારના સભ્યોના ઘરો પર બુલડોઝરની કાર્યવાહીને લઈને અધિકારીઓને ઠપકો આપ્યો છે. એક અરજી પર સુનાવણી કરતી વખતે, તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને કહ્યું કે કાયદાના શાસનવાળા દેશમાં, કોર્ટ અધિકારીઓ દ્વારા મકાનો તોડવાની ધમકીઓને અવગણી શકે નહીં.

Advertisement

દેશના ઘણા રાજ્યોમાં વહીવટીતંત્ર ગુનેગારો અને આરોપીઓ સામે બુલડોઝરની કાર્યવાહી કરી રહ્યું છે. આવા જ એક મામલામાં અરજીની સુનાવણી કરતા સુપ્રીમ કોર્ટે અધિકારીઓને જોરદાર ઠપકો આપ્યો. ગુજરાતના એક કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે બુલડોઝર જસ્ટિસ પર સવાલો ઉઠાવ્યા. જસ્ટિસ હૃષિકેશ રોય, સુધાંશુ ધુલિયા અને એસવીએન ભાટીની બેંચ એક અરજી પર સુનાવણી કરી રહી હતી. જેમાં ફોજદારી કેસમાં આરોપી બન્યા બાદ નગર પાલિકાના અધિકારી દ્વારા મકાન તોડવાની સંભવિત કાર્યવાહી પર પ્રતિબંધ મુકવાની માંગણી કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટની ખંડપીઠે પ્રતિવાદીઓને નોટિસ જારી કરીને અરજદારના ઘર સામે કોઈ પગલાં ન લેવા અને યથાસ્થિતિ જાળવી રાખવા બદલ તેમનો જવાબ માંગ્યો છે.

કોર્ટે કહ્યું કે કોઈ વ્યક્તિના ઘર પર બુલડોઝર એટલા માટે ન ચલાવી શકાય કારણ કે તે એક કેસમાં માત્ર આરોપી છે. આરોપી દોષિત છે કે નહીં, એટલે કે તેણે આ ગુનો કર્યો છે કે કેમ તે નક્કી કરવાનું કામ કોર્ટનું છે, સરકારનું નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે કાયદાના શાસનવાળા આ દેશમાં, કોઈ વ્યક્તિની ભૂલની સજા તેના પરિવારના સભ્યોને આવી કાર્યવાહી કરીને અથવા તેના ઘરને તોડીને આપી શકાય નહીં. કાયદાથી ચાલતા દેશમાં, મકાનોમાં તોડફોડ કરવાની અધિકારીઓની ધમકીઓને કોર્ટ અવગણી શકે નહીં. બુલડોઝર ચલાવવાની ધમકી ન આપશો. જો આવી કાર્યવાહી કરવામાં આવશે તો દેશના કાયદા પર બુલડોઝર ચલાવવા જેવું થશે.

ખંડપીઠે કહ્યું કે એવા દેશમાં જ્યાં કાયદાનું શાસન છે, ત્યાં પરિવારના કોઈ સભ્ય દ્વારા કરવામાં આવેલા અપરાધ માટે પરિવારના અન્ય સભ્યોને કે તેમના કાયદેસરના રહેઠાણ સામે કાર્યવાહી કરવાની મંજૂરી આપી શકાતી નથી. જસ્ટિસ રોયે કહ્યું કે ગુનામાં સામેલ થવાનો આરોપ, ઘર તોડવા માટેનો કોઈ આધાર નથી.

જો કોઈ વ્યક્તિ ગુનામાં સામેલ હોવાનો આરોપ છે તો તે યોગ્ય કાયદાકીય પ્રક્રિયા દ્વારા કોર્ટમાં સાબિત થવો જોઈએ. સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે, અદાલત આવા તોડફોડના પગલાં લેવાની ધમકીઓથી અજાણ હોઈ શકે નહીં, જે એવા દેશમાં અકલ્પનીય છે, દેશમાં કાયદો સર્વોચ્ચ છે. સર્વોચ્ચ અદાલતે કહ્યું છે કે જો આવી કાર્યવાહી કરવામાં આવે છે તો તે દેશના કાયદાઓ પર બુલડોઝર ચલાવવાના રૂૂપમાં જોઈ શકાય છે.

ગુજરાતના જાવેદ અલી નામના અરજદારની અરજી પર સુનાવણી કરતી વખતે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો. અરજદાર તરફથી હાજર રહેલા વરિષ્ઠ એડવોકેટ ઈકબાલ સૈયદે બેન્ચને જણાવ્યું કે તેમનો અસીલ ગુજરાતના ખેડા જિલ્લાના કઠલાલ ગામનો રહેવાસી છે. 1 સપ્ટેમ્બર, 2024ના રોજ તેમના પરિવારના એક સભ્ય વિરુદ્ધ ઋઈંછ નોંધવામાં આવી હતી. આ પછી, મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓએ અરજદારના મકાનને બુલડોઝરથી તોડી પાડવાની ધમકી આપી હતી. સુનાવણી દરમિયાન અરજદારના વકીલે સર્વોચ્ચ અદાલતને જણાવ્યું કે તેમના પરિવારની ત્રણ પેઢીઓ લગભગ બે દાયકાથી આ મકાનઓમાં રહે છે.

વરિષ્ઠ વકીલે બેન્ચને જણાવ્યું કે અરજદારે ભારતીય ન્યાય સંહિતાની કલમ 333 હેઠળ 6 સપ્ટેમ્બર, 2024ના રોજ નડિયાદ, ખેડા જિલ્લાના નાયબ પોલીસ અધિક્ષકને ફરિયાદ કરી હતી. ફરિયાદમાં કહેવામાં આવ્યું છે કે આરોપી સામે કાયદો તેની કાર્યવાહી કરે. જો કે, અરજદારના કાયદેસર રીતે બાંધવામાં આવેલા અને કબજા હેઠળના રહેણાંક મકાનને તોડી પાડવાની ધમકી આપવી જોઈએ નહીં. આ કેસની સુનાવણી બાદ સુપ્રીમ કોર્ટે કોર્પોરેશન અને સ્થાનિક પ્રશાસનને નોટિસ પાઠવીને હાલની સ્થિતિ જાળવી રાખવાનો આદેશ આપ્યો છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement