રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટ ટુ બજેટ સેન્સેક્સ-નિફ્ટી 22 ટકા વધ્યા, રોકાણકારોને 1968% સુધી વળતર

06:28 PM Feb 01, 2024 IST | Bhumika
Advertisement

સેન્સેક્સે પ્રથમ વખત 73000ની અને નિફટીએ 22000ની સપાટી વટાવી

Advertisement

બજેટ 2024 દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામનનું છઠ્ઠું બજેટ છે. બજેટના દિવસે શેરબજારમાં મોટી અફરા તફરી જોવા મળે છે. 1 ફેબ્રુઆરી 2023 ના રોજ બજેટની રજૂઆતના દિવસે શેરબજારનું વલણ અનિશ્ચિત હતું. દિવસના અંતે સેન્સેક્સમાં થોડો વધારો જોવા મળ્યો હતો, પરંતુ નિફ્ટી 50 નજીવા ઘટાડા સાથે બંધ થયો હતો.

જોકે, સેન્સેક્સ ઈન્ટ્રાડેમાં 1100 પોઈન્ટથી વધુ ઉછળીને 60,773.44ની ટોચે પહોંચ્યો હતો. આ સાથે જ નિફ્ટીએ પણ 17,970ની સપાટી વટાવી હતી. પરંતુ ત્યારબાદ નફાવસૂલી આવી હતી.બજેટ પછી શેર બજારમાં આવી અનિશ્ચિતતા વર્ષ 2023માં ઘણી વખત જોવા મળી હતી. પરંતુ આ સમયગાળા દરમિયાન બજાર એક પછી એક રેકોર્ડ બનાવતું રહ્યું. હવે જ્યારે બજેટ 2024 રજૂ થવાનું છે, ત્યારે બજેટ 2023થી બજેટ 2024 દરમિયાન એટલે કે બજેટ ટુ બજેટ દરમિયાન સેન્સેક્સમાં લગભગ 20 ટકા અને નિફ્ટીમાં 22 ટકા (સ્ટોક માર્કેટ રિટર્ન)નો વધારો જોવા મળ્યો છે. આ સમયગાળા દરમિયાન, કેટલાક સ્ટોકમાં 300 ટકાથી 1700 ટકા સુધીનું જબરદસ્ત રિટર્ન મળ્યું છે.
બજેટ 2023 અને બજેટ 2024 (બજેટ ટુ બજેટ) વચ્ચે સેન્સેક્સે પ્રથમ વખત 73000ની સપાટી વટાવી હતી. જ્યારે નિફ્ટીએ પણ પ્રથમ વખત 22000ની સપાટી વટાવી હતી. સેન્સેક્સ 73427 અને નિફ્ટી 22124 ઓલટાઇમ હાઇ લેવલે પહોંચ્યા છે. હાલ બજેટના એક દિવસ પહેલા સેન્સેક્સ 71700 અને નિફ્ટી 21700 ની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે.

બજેટ ટુ બજેટ સુધી એટલે કે છેલ્લા એક વર્ષ દરમિયાન ઇજઊ મિડકેપ ઈન્ડેક્સમાં 57 ટકા અથવા 13891 પોઈન્ટનો વધારો થયો છે. સ્મોલકેપ ઈન્ડેક્સમાં લગભગ 63 ટકા અથવા 17304 પોઈન્ટનો વધારો જોવા મળ્યો હતો. આ સમયગાળા દરમિયાન, બ્રોડર માર્કેટ એટલે કે ઇજઊ 500 ઇન્ડેક્સમાં 61 ટકા અથવા 7300 પોઈન્ટનો વધારો થયો છે.

બજેટ ટુ બજેટ દરમિયાન બેન્ક નિફ્ટીમાં 12 ટકાનો ઉછાળો જોવા મળ્યો છે અને હાલ તે 45400 લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યા છે. જ્યારે નિફ્ટી આઈટી ઈન્ડેક્સ 21 ટકા મજબૂત થયા છે. તો એફએમસીજી ઇન્ડેક્સમાં 23 ટકાની વૃદ્ધિ જોવા મળી છે. ક્ધઝ્યુમર ગુડ્સ ઈન્ડેક્સ 73 ટકા અને ક્ધઝ્યુમર ડ્યુરેબલ્સ ઈન્ડેક્સ 34 ટકા વધ્યા છે.

શેરબજારના ઇન્ડાઇસિસ બીએસઇ પીએસયુ ઇન્ડેક્સ 79 ટકા, ઓટો ઇન્ડેક્સ 44 ટકા, મેટલ ઇન્ડેક્સ 26 ટકા, ઓઇલ એન્ડ ગેસ ઇન્ડેક્સ 38 ટકા, રિયલ્ટી ઇન્ડેક્સ 104 ટકા અને પાવર ઇન્ડેક્સ લગભગ 63 ટકા વધ્યા છે. તો આ સમયગાળામાં બીએસઇ આઈપીઓ ઇન્ડેક્સમાં 64 ટકાની તેજી જોવા મળી છે.

 

બજેટ ટુ બજેટ : ટોપ 10 સ્મોલકેપ્સ રિટર્ન
જય બાલાજી ઈન્ડસ્ટ્રીઝ : 1968%
વારી રિન્યુએબલ્સ ટેક્નોલોજી : 605%
ઓરિયનપ્રો સોલ્યુશન્સ : 535%
આઈનોક્સ વિન્ડ એનર્જી : 486%
જીઈ ટી એન્ડ ડી ઈન્ડિયા : 474%
મતન ઈન્ડસ્ટ્રીઝ : 429%
એચબીએલ પાવર સિસ્ટમ્સ: 426%
ટાટાગર રેલ : 395%
એથમ ઇન્વેસ્ટ : 393%
સુઝલોન એનર્જી : 383%

બજેટ ટુ બજેટ : ટોપ 10 મીડકેપ્સ રિટર્ન
પાવર ફાઇનાન્સ કોર્પોરેશન : 310%
ટ્રેન્ટ : 158%
લ્યુપિન : 100%
શ્રીરામ ફાઇનાન્સ : 97%
ટીવીએસ મોટર કંપની : 90%
પર્સિસ્ટન્સ સિસ્ટમ્સ : 81.38%
કોલગેટ-પામોલિવ : 71%
ઈન્ડિયન હોટેલ્સ : 69%
મેક્સ હેલ્થકેર : 66%
કેનેરા બેંક : 63%

બજેટ ટુ બજેટ સુધી: ટોપ 10 લાર્જકેપ્સ રિટર્ન
અદાણી પોર્ટ્સ : 100%
બજાજ ઓટો : 97%
ટાટા મોટર્સ : 94%
એનટીપીસી : 87%
કોલ ઈન્ડિયા : 79%
ઓએનજીસી : 72%
એલ એન્ડ ટી : 72%
હીરો મોટોકોર્પ : 70%
ટાઇટન કંપની : 60%
પાવર ગ્રીડ : 60%

Tags :
budgetindiaindia newsSensex-Niftystock market
Advertisement
Next Article
Advertisement