રાજકોટ
સૌરાષ્ટ્ર | સુરેન્દ્રનગરમોરબીપોરબંદરજુનાગઢકચ્છઅમરેલીભાવનગર
ગુજરાતરાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયવ્યવસાયવિશેષ અંકReligious
Advertisement

બજેટનું કાઉન્ટડાઉન શરૂ...નિર્મલા સીતારમણ સંસદ ભવન પહોંચ્યા, 11 વાગ્યે મોદી સરકાર 3.0નું બજેટ રજૂ થશે

10:13 AM Feb 01, 2025 IST | Bhumika
featuredImage featuredImage
Advertisement
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારમણ આજે સતત આઠમી વખત દેશનું બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે. . સવારે 11 વાગ્યાથી બજેટ રજૂ થવાની શરૂઆત થશે. આજે મોંઘવારી અને ટેક્સના મોરચે લોકોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. કોર્પોરેટ જગત પણ મોદી સરકારના આ બજેટની રાહ જોઇ રહ્યું છે.
નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવન પહોંચ્યા છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂને બજેટની કોપી સોપી હતી. થોડીવારમાં સંસદ ભવનમાં કેબિનેટની બેઠક મળશે. બજેટની કોપીઓ સંસદ ભવનમાં પહોંચી ગઇ છે. નિર્મલા સીતારમણે 2021માં પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત દુલારી દેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે મધુબની કળાનું પ્રદર્શન કરતી સાડી પહેરી  છે.
https://x.com/ANI/status/1885541492657447406
બજેટ પહેલા શેરબજારમાં ઉછાળો જોવા મળ્યો છે. શેરબજાર 800 પોઈન્ટ ઉપર ખુલ્યું જ્યારે નિફ્ટી 23550 ની ઉપર છે.નાણામંત્રી નિર્મલા સીતારમણ રાષ્ટ્રપતિ ભવનમાં છે. તેમણે બજેટ રજૂ કરવા માટે રાષ્ટ્રપતિ પાસેથી પરવાનગી લીધી છે. હવે આ પછી મોદી કેબિનેટની બેઠક થશે જેમાં બજેટને મંજૂરી આપવામાં આવશે.
https://x.com/ANI/status/1885533588114071964
Advertisement
Tags :
budgetbudget 2025indiaindia newsModi governmentNirmala SitharamanParliament House
Advertisement
Advertisement