અધિકારીઓના ઘરે BSF જવાનોની તહેનાતી: હાઇકોર્ટની કેન્દ્રને નોટિસ
દિલ્હી હાઇકોર્ટે બુધવારે (3 સપ્ટેમ્બર) કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ને એક અરજી પર નોટિસ ફટકારી છે. આ અરજીમાં વરિષ્ઠ પોલીસ અધિકારીઓ અને કેન્દ્રીય સશસ્ત્ર પોલીસ દળના અધિકારીઓના ખાનગી નિવાસસ્થાનો પર ઘરેલું કામ માટે BSF અને CAPF જવાનોને નોકરી પર રાખીને માનવશક્તિનો દુરુપયોગ કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. આ PIL એટલે કે જાહેર હિતની અરજી BSF ના સેવારત DIG સંજય યાદવે દાખલ કરી છે.
મુખ્ય ન્યાયાધીશ દેવેન્દ્ર કુમાર ઉપાધ્યાયની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ અરજી પર કેન્દ્રીય ગૃહ મંત્રાલય અને બીએસએફને નોટિસ જાહેર કરીને તેમનો જવાબ માંગ્યો છે. ઉપરાંત, આ મામલો આવતા વર્ષે જાન્યુઆરી માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે. અરજીમાં કહેવામાં આવ્યું છે કે, સૈનિકોનો આવો ઘોર દુરુપયોગ, ખાસ કરીને જ્યારે CAPF અને આસામ રાઇફલ્સમાં 83 હજારથી વધુ જગ્યાઓ ખાલી છે, તે રાષ્ટ્રીય સુરક્ષા, કાયદો અને વ્યવસ્થા માટે ગંભીર જોખમ છે.અરજીમાં જણાવાયું છે કે, એ એક સામાન્ય પ્રથા બની ગઈ છે કે કેટલાક BSF જવાનોને સરહદ અથવા કાયદો અને વ્યવસ્થાની ફરજોમાંથી દૂર કરવામાં આવે છે અને વરિષ્ઠ અધિકારીઓના ખાનગી ઘરોમાં ઘરકામ કરાવે છે.
જવાનોને કથિત રીતે અધિકારીના શ્વાનની સંભાળ રાખવા માટે પણ મૂકવામાં આવે છે. આવા દુરુપયોગથી સરકારી તિજોરી પર બિનજરૂૂરી બોજ પણ પડે છે.