ખેડૂતોને ઇંટનો જવાબ પથ્થરથી અપાશે: દિલ્હી પોલીસ
‘દિલ્હી ચલો’ કૂચનો આજે બીજો દિવસ: રાતભર અશ્રુવાયુ છોડાયા, 100થી વધુ ઘાયલ: પાટનગરમાં ખેડૂતોને ન પ્રવેશવા દેવા સરકાર મક્કમ: બળપ્રયોગની છૂટ
ખેડુતોની દિલ્હી ચલો કુચનો આજે બીજો દિવસ છે. ગઇકાલે રાતે ખેડુતોએ કુચ બંધ રાખી હતી. પણ આજે સવારે તેમણે ફરી શરૂ કરી છે. ગઇરાતે પણ ખેડૂતોને વિખેરવા ટીયરગેસ છોડાયો હતો. અથડામણમાં ખેડૂતો અને મીડીયાકર્મીઓ સહીત 60થી વધુ લોકો ઘાયલ થયા હતા. જો કે ખેડુત સંગઠનોના કહેવા મુજબ 100 ખેડુતો ઘાયલ થયા હતા.
આજે બીજો દિવસ છે. ગઇ આખી રાત ખેડૂતો સરહદ પર રહ્યા હતા. રાત્રે પણ પોલીસના દાવા મુુજબ ખેડૂતોને કોઇપણ સંજોગોમાં રાજયમાં પ્રવેશ કરવા દેવાશે નહીં. બીજી બાજુ દિલ્હી પોલીસ પણ કુચ અટકાવવા મકક્મ છે. સિંધુ બોર્ડર, ટિકરી બોર્ડર અને ગામેપુર સરહદે મોટી સંખ્યામાં પોલીસદળો ખડકી દેવાયા છે. દિલ્હી પોલીસના એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ કર્મચારીઓને નિર્દેશ આપ્યો કે જો આંદોલનકારીઓ આક્રમકતા બતાવે તો તેઓએ રક્ષણાત્મક બનવાની જરૂૂર નથી. ખાસ પોલીસ કમિશનર (કાયદો અને વ્યવસ્થા) રવિન્દ્ર યાદવે, જેમણે સિંઘુ સરહદની મુલાકાત લીધી, ત્યાં તૈનાત પોલીસ કર્મચારીઓ અને અર્ધલશ્કરી દળના જવાનોને કહ્યું કે જો ખેડૂતો દિલ્હીમાં પ્રવેશી શકશે તો અમારું આખું ઓપરેશન નિષ્ફળ જશે.
જો તેઓ આક્રમક રીતે આવી રહ્યા છે, તો અમારે વધુ આક્રમકતા દર્શાવવી પડશે. તો જ અમે તેમને રોકી શકીશું. જો તેઓ આક્રમક હશે, તો અમારે રક્ષણાત્મક બનવાની જરૂૂર નથી.વરિષ્ઠ અધિકારીએ કહ્યું, આપણે ટીયર ગેસના શેલ છોડવા પડશે, લાઠી (લાઠી)નો ઉપયોગ કરવો પડશે અને પોતાને બચાવવા પડશે. પોલીસનો મુખ્ય ઉદ્દેશ્ય ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશતા રોકવાનો છે, યાદવે ઉમેર્યું હતું કે, તેઓને કાયદો અને વ્યવસ્થાને ખલેલ પહોંચાડવા અથવા હિંસામાં સામેલ થવાની મંજૂરી આપી શકાતી નથી.
બીજી તરફ, સરહદો ઉપરાંત નવી દિલ્હી તરફ જતા માર્ગો પર 24 કલાક ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું કે આ વખતે ખેડૂતો સાથે કડકાઈથી વ્યવહાર કરવાના આદેશો મળ્યા છે. કોઈ પણ સંજોગોમાં ખેડૂતોને દિલ્હીમાં પ્રવેશવા દેવામાં આવશે નહીં. જરૂૂર પડ્યે લાઠીચાર્જ, અટકાયત, ટીયર ગેસના શેલ અને રબર બુલેટનો ઉપયોગ કરવાના આદેશ આપવામાં આવ્યા છે. જંતર-મંતર ઉપરાંત સંસદ ભવન, ગૃહમંત્રી અમિત શાહ અને વડાપ્રધાનના નિવાસસ્થાને પણ સુરક્ષા વ્યવસ્થા સઘન કરવામાં આવી હતી.
ગુરુગ્રામ, ફરીદાબાદ, મેવાત, રાજસ્થાન, નોઈડા, ફરીદાબાદ અને હરિયાણાના પોલીસ અધિકારીઓ સાથે વાત કરીને સહયોગ માંગવામાં આવી રહ્યો છે. દરેક વાહનને ચેકિંગ કર્યા પછી જ દિલ્હીમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી રહી છે. પોલીસે કેટલાક પોલીસ સ્ટેશનોમાં 15 થી વધુ ડિટેન્શન સેન્ટર બનાવ્યા છે. જે ખેડૂતોની અટકાયત કરવામાં આવશે તેમને ત્યાં રાખવામાં આવશે.
સિંઘુ સરહદને સંપૂર્ણ રીતે છાવણીમાં ફેરવી દેવામાં આવી છે. અહીં ખેડૂતોને રોકવા માટે પાંચ સ્તરની સુરક્ષા પૂરી પાડવામાં આવી છે. ખેડૂતોએ પહેલા ડબલ લેયર જર્સી બેરિકેડમાંથી પસાર થવું પડશે. તેની પાછળ મોટા પથ્થરો રાખવામાં આવ્યા છે. આ પછી ફરીથી જર્સી બેરિકેડ છે જેના પર કાંટાળા વાયર લગાવવામાં આવ્યો છે. આ ઉપરાંત રેતી અને માટી ભરેલા ક્ધટેનર મૂકીને રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે. આ સુરક્ષા સિવાય મોટી સંખ્યામાં પોલીસ ફોર્સ તૈનાત છે. સિંઘુ બોર્ડર પર કામ કરતા લોકોએ જણાવ્યું કે આ એક ઔદ્યોગિક વિસ્તાર છે. અહીં મોટી સંખ્યામાં નાની-મોટી સંસ્થાઓ આવેલી છે જેમાં હજારો લોકો કામ કરે છે. ખેડૂતોના વિરોધને જોતા તમામ સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. અહીં કામ કરતા લોકોને ફરી એકવાર ડર છે કે જો ખેડૂતોનો વિરોધ ગયા વખતની જેમ એક વર્ષથી વધુ ચાલશે તો તેમની રોજીરોટી છીનવાઈ જશે.
હરિયાણાના 7 જિલ્લામાં આજથી બે દિવસ સુધી ઈન્ટરનેટ બંધ
હરિયાણા સરકારે ખેડૂતોના દિલ્હી ચલો આંદોલનને ધ્યાનમાં રાખી સાત જિલ્લામાં મોબાઈલ ઈન્ટરનેટ અને અક સાથે ઘણા મેસેજ ફોરવર્ડની સેવાઓ પર પ્રતિબંધ લગાવ્યો છે. જે મંગળવારે બે દિવસ સુધી વધારીને 15 ફેબ્રુઆરી સુધી કરી દેવામાં આવ્યો છે. સરકારે આદેશ આપ્યો છે કે અંબાલા, કુરૂૂક્ષેત્ર, કૈથલ, જીંદ, હિસાર, ફતેહાબાદ અને સિરસામાં આ પ્રતિબંધ લાગુ રહેશે. આ બાજુ પંજાબ સરકારે શંભૂ અને ખનૌરી બોર્ડર પર પોલીસની સાથે ઝપાઝપી બાદ ઘણા ખેડૂતોના ઘાયલ થવાને ધ્યાનમાં રાખી હરિયાણા સીમા સાથે જોડાયેલા હોસ્પિટલમાં એલર્ટ જાહેર કરી દીધુ છે. સૂત્રોએ જણાવ્યું કે રાજ્ય સરકારે હરિયાણા બોર્ડર પર એમ્બ્યુલન્સની સંખ્યા વધારી દીધી છે. તેના ઉપરાંત ડોક્ટરો અને અન્ય કર્મચારીઓને ડ્યૂટી પર રહેવા માટે કહેવામાં આવ્યું છે. તેમણે જણાવ્યું કે સરકારે સંગરૂૂર, પટિયાલા, ડેરા બસ્સી, મનસા અને બઠિંકામાં સ્થિત હોસ્પિટલોને એલર્ટ જાહેર કર્યું છે.