બ્રાઝિલની મોડેલે હરિયાણામાં 22 વખત મતદાન કર્યુ, કયારેક સીમા, સ્વિટી તો કયારેક સરસ્વતી બની !
કોંગ્રેસ સાંસદ અને લોકસભામાં વિપક્ષ નેતા રાહુત ગાંધીએ પ્રેસ કોન્ફરન્સમાં ઇં ફાઈલ્સ રજૂ કરતાં હરિયાણામાં વોટ ચોરીનો દાવો કર્યો છે. હરિયાણાની મતદાર યાદીમાં બ્રાઝિલની એક મોડલનું નામ હોવાનો દાવો થતાં જ દેશના રાજકારણમાં ખળભળાટ મચ્યો છે. તેમણે જણાવ્યું કે, હરિયાણામાં અનેક ફરિયાદોના આધારે શંકા થઈ હતી કે, કંઈક ખોટું થઈ રહ્યું છે. જેના પર તપાસ કરતાં વોટ ચોરીના પુરાવા મળ્યા.
રાહુલ ગાંધીએ કહ્યું કે, હરિયાણામાં અમને ઉમેદવારો પાસેથી ફરિયાદ મળી હતી. તમામ પૂર્વાનુમાન બદલાઈ ગયા. અમે તપાસ કરી પાંચ એક્ઝિટ પોલમાં જણાવાયું હતું કે, હરિયાણામાં કોંગ્રેસ જીતી રહ્યું છે. પરંતુ ચૂંટણીમાં પરિણામ ઓપિનિયન પોલથી અલગ જ આવ્યા.
રાહુલ ગાંધીએ દાવો કર્યો કે, હરિયાણામાં એક યુવતીએ નામ બદલી-બદલીને કુલ 22 વખત મત આપ્યા હતા. ક્યારેક તે સીમા, ક્યારેક તે સ્વિટી, અને ક્યારેક સરસ્વતી બની મત આપવા આવી હતી. રાહુલ ગાંધીએ આ યુવતીનો ફોટો પણ જાહેર કર્યો હતો. આ ફોટો પણ નકલી હતો. કારણકે, તે ફોટો બ્રાઝિલની મોડલનો છે.
