For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો, કંપનીઓની લાઇન

03:54 PM Nov 04, 2025 IST | admin
વર્લ્ડ કપ જીત બાદ મહિલા ક્રિકેટર્સની બ્રાન્ડ વેલ્યુમાં ધરખમ વધારો  કંપનીઓની લાઇન

ભારતીય મહિલા ક્રિકેટ ટીમના ઐતિહાસિક વર્લ્ડ કપ વિજયથી દેશને માત્ર ગૌરવ જ નહીં, પણ ખેલાડીઓની બ્રાન્ડ વેલ્યુ પણ વધી ગઈ છે. નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં દક્ષિણ આફ્રિકાને 52 રનથી હરાવીને ટીમ ઈન્ડિયાએ પોતાનો પહેલો મહિલા વર્લ્ડ કપ જીત્યો હતો. આ વિજય બાદ ખેલાડીઓને એન્ડોર્સમેન્ટ અને બ્રાન્ડ ડીલ્સ મળી રહી છે. મોટી કંપનીઓ હવે તેમની સાથે જોડાવા માંગે છે અને તેમના સોશિયલ મીડિયા ફેન ફોલોઇંગમાં બમણી અને ત્રણ ગણી વૃદ્ધિ થઈ છે.

Advertisement

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ મુજબ, ભારતીય મહિલા ક્રિકેટરોની બ્રાન્ડ વેલ્યુ 25 ટકાથી 30 ટકા વધી છે. ટીમની સ્ટાર ખેલાડીઓ જેમિમા રોડ્રિગ્સ, સ્મૃતિ મંધાના, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા અને શેફાલી વર્માને સતત નવી બ્રાન્ડ ઓફર મળી રહી છે. એવું નોંધાયું છે કે તેમની બ્રાન્ડ વેલ્યુમાં 100 ટકાનો વધારો થયો છે. JSW સ્પોર્ટ્સના ચીફ કોમર્શિયલ ઓફિસર કરણ યાદવે જણાવ્યું હતું કે, ઓસ્ટ્રેલિયા સામેની મેચ પૂરી થતાંની સાથે જ અમને 10 થી વધુ કેટેગરીઓમાં બ્રાન્ડ્સ તરફથી ઓફર મળી હતી. અમે હવે દરેક ઓફર પર કાળજીપૂર્વક વિચાર કરી રહ્યા છીએ. જેમિમા હવે એન્ડોર્સમેન્ટ માટે 75 લાખથી 1.5 કરોડ રૂૂપિયા સુધી ચાર્જ કરી રહી છે, જે તેની લોકપ્રિયતાનો સ્પષ્ટ પુરાવો છે.

ભારતીય મહિલા ટીમની વાઇસ-કેપ્ટન સ્મૃતિ મંધાના પહેલેથી જ દેશની સૌથી વધુ કમાણી કરનારી મહિલા ક્રિકેટર છે. તેNike, Hyundai, Herbalife, SBI, Gulf Oil A“¡ PNB MetLife Insurance જેવી મોટી કંપનીઓ માટે જાહેરાતો આપે છે. તેના બ્રાન્ડ ડીલ્સ સામાન્ય રીતે 1.5 થી 2 કરોડ રૂૂપિયાની વચ્ચે હોય છે. વર્લ્ડ કપ વિજય પછી ભારતીય મહિલા ખેલાડીઓની લોકપ્રિયતા અને માર્કેટ વેલ્યૂમાં વધારો મહિલા ક્રિકેટ માટે એક નવા યુગની શરૂૂઆત કરી શકે છે. આ ગતિ કેટલો સમય ટકી રહે છે તે જોવું રસપ્રદ રહેશે.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement