કેરળમાં બ્રેન ઇટિંગ અમીબાનો હાહાકાર, 80 કેસ, 21 લોકોના મોત
કેરળમા આ દિવસોમા એક ખતરનાક રોગે લોકોમા ચિંતા વધારી છે. આ જીવલેણ રોગને પ્રાઇમરી એમોબિક મેનિન્ગોએન્સેફાલાઇટિસ (PAM ) તરીકે ઓળખવામા આવે છે. અત્યાર સુધીમાં રાજ્યમાં આ સાયલન્ટ કિલરના 80 કેસ નોંધાયા છે, અને 21 લોકોના મોત થયા છે. આ માહિતી રાજ્યના આરોગ્ય મંત્રીએ આપી હતી. ચિંતાજનક બાબત એ છે કે આ પરિસ્થિતિ પહેલા ક્યારેય જોવા મળી નથી.તેને મગજ ખાનાર અમીબા તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે તે મગજને ગંભીર નુકસાન પહોંચાડે છે. તે એટલું ખતરનાક છે કે એકવાર ચેપ લાગ્યા પછી મૃત્યુદર 90% થી વધુ થઈ જાય છે.
કેરળમા નાગલેરિયા ફાઉલેરી ના કારણે થતા પ્રાયમરી એમોબિકમેનિન્ગોએન્સેફાલીટીસ ના 80 કેસ અને 21 મૃત્યુ નોંધાયા છે, આ એક દુર્લભ છતાં ખૂબ જ ઘાતક મગજનો ચેપ છે, જેને સામાન્ય રીતે બ્રેન-ઈટિંગ અમીબા કહેવાય છે, તેમ રાજ્યના સ્વાસ્થ્ય મંત્રી વીણા જ્યોર્જે મંગળવારે જણાવ્યું હતું.
પત્રકારો સાથે વાત કરતાં જ્યોર્જે કહ્યું કે એન્સેફાલીટીસના કેસનું કારણ હજુ અજાણ્યું છે, પરંતુ રાજ્યે તેની તમામ માઇક્રોબાયોલોજી લેબમા પોતાની ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી છે. જ્યોર્જે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે રાજ્યમા 80 કેસ અને 21 મૃત્યુ નોંધાયા છે. કેરળમા એમોબિક મેનિન્ગોએન્સેફાલીટીસના કેસ નોંધાઈ રહ્યા છે તેનું કારણ એકદમ સ્પષ્ટ છે કે 2023 પછી, અમે દરેક એક-એક એન્સેફાલીટીસ કેસની જાણ કરવા અને તેનું કારણ શોધવા પર ભાર મૂક્યો છે.
તેમણે ઉમેર્યું કે અમે એન્સેફાલીટીસના કેસનું કારણ જાણતા નથી. જ્યારે અમે વહેલું નિદાન કરીએ છીએ, ત્યારે અમે જીવન બચાવવામા સક્ષમ છીએ. અમે અહીં અને તમામ માઇક્રોબાયોલોજી લેબમા અમારી પોતાની ટેસ્ટિંગ સુવિધાઓ વિકસાવી છે.
ચોક્કસ, અમીબા મળી આવે છે, અને અમે પીસીઆર ટેસ્ટ કરીએ છીએ, અને અમે 2024 મા માર્ગદર્શિકા બહાર પાડી છે અમે ટેકનિકલ માર્ગદર્શિકાઓ બહાર પાડી છે. તેથી અમે રોગની ઓળખ કરવા, કારણ શોધવા અને વહેલી સારવાર આપીને જીવન બચાવવાના અમારા પ્રયાસો ચાલુ રાખી રહ્યા છીએ.