For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકી

05:56 PM Sep 09, 2025 IST | Bhumika
મોદીની મુલાકાત ટાણે હિમાચલની બે હોસ્પિટલોમાં બોમ્બ ધમકી

પીએમ મોદીની હિમાચલ મુલાકાત દરમિયાન હિમાચલ પ્રદેશના શ્રી લાલ બહાદુર શાસ્ત્રી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ નેરચોક અને મેડિકલ કોલેજ ચંબામાં બોમ્બ ધમકીના ઇમેઇલ મળ્યા છે. વહીવટીતંત્રે સાવચેતી રૂૂપે આખો કેમ્પસ ખાલી કરાવી દીધો છે.

Advertisement

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની હિમાચલ મુલાકાત દરમિયાન આવી ધમકીઓને કારણે સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણપણે સતર્ક થઈ ગઈ છે.નેરચોકમાં મેડિકલ કોલેજની ઓપીડી બંધ કરી દેવામાં આવી છે. મેડિકલ કોલેજમાં વર્ગો પણ આજ માટે સ્થગિત કરવામાં આવ્યા છે.

હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા દર્દીઓને પણ બહાર કાઢવામાં આવ્યા હતા.બોમ્બની ધમકી બાદ, હોસ્પિટલ પરિસરમાં ગભરાટનું વાતાવરણ હતું. દર્દીઓને હોસ્પિટલ બિલ્ડીંગથી દૂર ઝાડની છાયા નીચે સ્ટ્રેચર અને વ્હીલચેર પર બેસાડવામાં આવ્યા હતા.

Advertisement

Advertisement
Tags :
Advertisement
Advertisement