For the best experience, open
https://m.gujaratmirror.in
on your mobile browser.
Advertisement

બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

11:39 AM Jul 15, 2025 IST | Bhumika
બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકી મળતા દોડધામ

પોલીસે બિલ્ડિંગ ખાલી કરાવી ચેક કર્યુ પણ કાંઈ મળ્યું નહીં

Advertisement

બોમ્બે સ્ટોક એક્સચેન્જને બોંબથી ઉડાવી દેવાની ધમકીનો ઈમેઈલ મળતા ભારે દોડધામ મચી જવા પામી હતી. પોલીસે સમગ્ર બિલ્ડિંગ ખાલી કરાવી ચેકિંગ કર્યુ હતું પરંતુ કાંઈ મળ્યું ન હતું.

બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE)ને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળી હતી. કોમરેડ પિનરાયી વિજયન નામના આઈડી પરથી BSEને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. તેમાં લખ્યું હતું કે ઈમારતમાં ચાર RDX અને IED લગાવવામાં આવ્યા છે. ઈમારત લગભગ ત્રણ વાગ્યે વિસ્ફોટ થશે. માહિતી મળતાં, પોલીસ અને બોમ્બ સ્ક્વોડ બોમ્બે સ્ટોક એક્સચેન્જ પહોંચી ગયા અને તપાસ કરી, પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

Advertisement

મુંબઈ પોલીસે જણાવ્યું કે મંગળવારે બોમ્બે સ્ટોક એક્સચેન્જને એક ઈ-મેલ મોકલવામાં આવ્યો હતો. કોમરેડ પિનરાયી વિજયન નામના આઈડી પરથી એક ઈમેલમાં દાવો કરવામાં આવ્યો હતો કે બપોરે ત્રણ વાગ્યે વિસ્ફોટ કરવા માટે ઇમારતમાં ચાર છઉડ અને ઈંઊઉ પ્લાન્ટ કરવામાં આવ્યા છે. ત્યારબાદ, બોમ્બ સ્ક્વોડ અને પોલીસે પરિસરની તપાસ કરી પરંતુ કંઈ શંકાસ્પદ મળ્યું નહીં. ઇગજ ની સંબંધિત કલમો હેઠળ ખછઅ માર્ગ પોલીસ સ્ટેશનમાં ઋઈંછ નોંધવામાં આવી છે.

Advertisement
Tags :
Advertisement
Advertisement