દાઉદના ભાણાની ડ્રગ્સ પાર્ટીમાં બોલિવુડ ટલ્લી, ચોંકાવનારો ઘટસ્ફોટ
દેશ-વિદેશમાં યોજેલી રેવ પાર્ટીઓમાં નોરા ફતેહી, શ્રધ્ધા કપૂર, સિધ્ધાર્થ કપૂર, ઝીશાન સિદીકી સહિતની સેલિબ્રિટીઓની હાજરી : મોહમ્મદ સલીમ શેખે વટાણા વેરી નાખ્યા, ડ્રગ્સ પણ સપ્લાય કરતો હોવાની કબૂલાત
મુંબઈ પોલીસે રૂ. 252 કરોડના ડ્રગ કેસમાં મહત્વપૂર્ણ માહિતી મેળવી છે. આ કેસમાં ધરપકડ કરાયેલા પાંચમા આરોપી મોહમ્મદ સલીમ મોહમ્મદ સુહેલ શેખે પૂછપરછ દરમિયાન સનસનાટીભર્યા ખુલાસા કર્યા છે. સૂત્રોએ જણાવ્યું હતું કે શેખની પૂછપરછમાં જાણવા મળ્યું છે કે તે ભારત અને વિદેશમાં ડ્રગ પાર્ટીઓનું આયોજન કરે છે અને તેમને ડ્રગ્સ સપ્લાય પણ કરે છે.
તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે શેખે અગાઉ દાઉદ ઇબ્રાહિમની બહેનનો પુત્ર હોવાનો દાવો કર્યો હતો. તેણે જણાવ્યું હતું કે તેણે ભારત અને વિદેશમાં અલીશાહ પારકર, નોરા ફતેહી, શ્રદ્ધા કપૂર અને તેના ભાઈ સિદ્ધાર્થ કપૂર, ઝીશાન સિદ્દીકી, ઓરી ઉર્ફે ઓરહાન, અબ્બાસ મસ્તાન, લોકા અને અન્ય ઘણી સેલિબ્રિટીઓ સાથે ડ્રગ પાર્ટીઓનું આયોજન કર્યું હતું. આરોપીએ એમ પણ કહ્યું હતું કે તે આ પાર્ટીઓમાં વ્યક્તિગત રીતે હાજરી આપતો હતો અને આ સેલિબ્રિટીઓ અને અન્ય લોકોને ડ્રગ્સ સપ્લાય કરતો હતો.પોલીસનું માનવું છે કે મુંબઈમાં રૂ. 252 કરોડના મેફેડ્રોન (MD) ડ્રગ કેસમાં ધરપકડ કરાયેલ આરોપી મોહમ્મદ સલીમ શેખ (35) સમગ્ર નેટવર્કનો કોઓર્ડિનેટર છે. સલીમ શેખ પર મુંબઈથી ગુજરાત, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણા સુધી ફેલાયેલા ડ્રગ નેટવર્કની દેખરેખ રાખવાનો આરોપ છે.સલીમ શેખનું નામ સૌપ્રથમ ત્યારે પ્રકાશમાં આવ્યું જ્યારે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે ફેબ્રુઆરી 2024 માં એક મહિલાની 741 ગ્રામ MD ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. પૂછપરછ દરમિયાન, મહિલાએ ખુલાસો કર્યો કે ડ્રગ્સ સલીમ શેખ અને તેના નેટવર્ક સાથે જોડાયેલી ફેક્ટરીઓમાંથી આવતા હતા.
આ માહિતીના આધારે, પોલીસે સાંગલીમાં એક કેમિકલ ફેક્ટરી શોધી કાઢી, જ્યાંથી આશરે રૂ. 245 કરોડની કિંમતના 122.5 કિલો MD અને ડ્રગ બનાવતા રસાયણો જપ્ત કરવામાં આવ્યા.પોલીસ તપાસમાં જાણવા મળ્યું કે આ આખું નેટવર્ક ફરાર ડ્રગ લોર્ડ સલીમ ડોલાના ઈશારે કાર્યરત હતું. સલીમ શેખ સલીમ ડોલાનો નજીકનો અને વિશ્વાસુ સાથી હતો. પોલીસના જણાવ્યા અનુસાર, શેખ દેશના વિવિધ રાજ્યોમાં ફેલાયેલા પેડલર્સ અને ફેક્ટરીઓનું સંકલન કરવા માટે જવાબદાર હતો સલીમ શેખ માત્ર એક કર્મચારી નથી, પરંતુ તેને ડોલા ગેંગનો સક્રિય સભ્ય માનવામાં આવે છે.સલીમ ડોલા હાલમાં તુર્કીમાં હોવાની શંકા છે.ઇન્ટરપોલે આ ત્રણેય સામે રેડ કોર્નર નોટિસ (છઈગ) જારી કરી હતી. તાહિર અને કુબ્બાવાલાની અગાઉ ઞઅઊમાં ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે સલીમ શેખને હવે દુબઈથી મુંબઈ ડિપોર્ટ કરવામાં આવ્યો છે.